ટાયર વાળા સોફા જોઈને તો આનંદ મહિન્દ્રા પણ રહી ગયા હક્કાબક્કા, એવી રીતે રોડ પર ચાલતા હતા કે વીડિયો કર્યો શેર… જુઓ

ક્યારેય જોયા છે કારની જેમ રોડ પર સડસડાટ દોડતા સોફા ? આનંદ મહિન્દ્રા પણ થઇ ગયા કાયલ, વાયરલ થયો વીડિયો, જુઓ

Tired sofa viral : સોશિયલ મીડિયામા રોજ અજબ ગજબના વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો એવા હોય છે જે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરતા હોય છે અને ઘણા મોટા સેલેબ્સ પણ તેનાથી પ્રભાવિત થતા હોય છે. ભારતના પ્રખ્યાત બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પણ આવા વીડિયોને ખુબ જ બારીકાઇથી જુએ છે અને તેમના સોશિયલ મીડિયામાં શેર પણ કરતા હોય છે. ત્યારે હાલ તેમને એક ટાયર વાળા સોફાનો વીડિયો શેર કર્યો છે જે પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ટાયરવાળા સોફા :

વાયરલ વીડિયોની વાત કરીએ તો, બે લોકો સોફા ઓનલાઈન ઓર્ડર કરે છે. તેણે જાતે જ ડિઝાઈન તૈયાર કરી અને સોફામાં પૈડા અને મોટર ફીટ કર્યું. તેમણે પોતાની એન્જિનિયરિંગ કુશળતાથી તે સોફાને વાહનમાં ફેરવી નાખ્યું. આ પછી, બંને તેના પર બેસીને આખા શહેરમાં ફરવા નીકળી પડે છે. તેમ છતાં તેઓ માત્ર મનોરંજન માટે કરે છે, તેમની કુશળતા અને ઓટોમોબાઈલ કુશળતા અત્યંત પ્રભાવશાળી છે. આનંદ મહિન્દ્રા જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓ પણ તેમની કુશળતાથી પ્રભાવિત છે. તેમણે ટ્વિટ કરીને તેના વખાણ કર્યા.

આનંદ મહિન્દ્રા થયા પ્રભાવિત :

પ્રશંસામાં, આનંદ મહિન્દ્રાએ લખ્યું, “આને માત્ર એક મનોરંજક પ્રોજેક્ટ કહી શકાય. પરંતુ તેને બનાવવામાં જે કાળજી અને ઓટોમોટિવ કૌશલ્યનો ઉપયોગ કરવામાં આવ્યો તે અકલ્પનીય છે. દેશને ઓટોમોબાઈલ સેક્ટરમાં વિશાળ બનવા માટે આવા સર્જનાત્મક એન્જિનિયરોની જરૂર પડે છે. ” આનંદ મહિન્દ્રાએ ટિપ્પણી કરી હતી કે જો આવા વાહનને ભારતમાં નોંધણી કરાવવા માટે આરટીઓ કચેરીમાં લઈ જવામાં આવે તો અધિકારી કેવી પ્રતિક્રિયા આપશે.

લાખો લોકોએ જોયો વીડિયો :

ત્યારે આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલા આ વિદ્વયીઓને આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખ 87 હજાર કરતા પણ વધુ લોકો જોઈ ચુક્યા છે અને તેનાથી હજારો લોકો પ્રભાવિત પણ થઇ રહ્યા છે. ઘણા લોકો આ વાયરલ વીડિયોને જોઈને પોતાની જાતને પ્રતિક્રિયા આપવાથી નથી રોકી શકતા. ઘણા લોકોએ આ કારીગરોની કુશળતાના વખાણ કર્યા છે.

Niraj Patel