પોતાના પાકિટને આવી રીતે રાખો વ્યવસ્થિત, કયારેય નહિ સર્જાય પૈસાની અછત

પોતાના વોલેટને આ રીતે કરો વ્યવસ્થિત, થશે ધન વર્ષા

જ્યારે તમે તમારી સાથે પાકીટ લઈ જાઓ છો, ત્યારે તેની અંદર સામાન અથવા પૈસા કેવી રીતે રાખવા તેની કાળજી લેવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ક્યારેક તમારા વોલેટ અથવા પર્સમાં રાખેલી અવ્યવસ્થિત વસ્તુઓને કારણે તમને પૈસાની સમસ્યા પણ થઈ શકે છે. બીજી બાજુ, એક સુવ્યવસ્થિત વૉલેટ પણ પૈસાનો વરસાદ કરી શકે છે. ચાલો અમે તમને જણાવીએ કે કયા ઉપાયો દ્વારા તમે તમારું વોલેટ ગોઠવી શકો છો જેથી કરીને તમને વધુમાં વધુ પૈસા મળી શકે.

નિયમિતપણે સાફ કરો : તમારું પાકીટ સાફ કરવા માટે તેમાં રાખેલી બધી વસ્તુઓ કાઢી લો. તમારા નાનકડા પાકીટમાં જે નકામી વસ્તુઓ છે તે રાખશો નહીં. તમારા આખા વૉલેટને અંદર અને બહાર સારી રીતે સાફ કરવા માટે તેને કાપડ અથવા ટિશ્યુથી સાફ કરો. જો તમારું પાકીટ વોટર પ્રૂફ છે, તો તમે તેને ભીના કપડાથી સારી રીતે સાફ કરો.

નોંટો યોગ્ય રીતે રાખો : જ્યારે પણ તમે તમારા વોલેટમાં પૈસા રાખો છો, તો ધ્યાનમાં રાખો કે તે યોગ્ય રીતે રાખવામાં આવે છે. વાળીને રૂપિયા ક્યારેય ન રાખવા જોઈએ. આ ઉપરાંત, પૈસાનો એક અલગ વિભાગ હોવો જોઈએ, તેને સિક્કા સાથે મિક્સ ન કરવુ.

બિનજરૂરી બિલો દૂર કરો : ઘણીવાર આપણે કોઈ પણ શોપિંગ બિલ અથવા પાર્કિંગ રસીદ જેવી અનેક વસ્તુઓ આપણા વોલેટમાં રાખીએ છીએ અને પછી તેને કાઢવાનું ભૂલી જઈએ છીએ. આ બિલો નકારાત્મકતાનું પ્રતિક છે. તેથી જો ભવિષ્યમાં તેની જરૂર ન પડે, તો તેને વૉલેટમાંથી કાઢીને ડસ્ટબિનમાં નાખો. આ સિવાય તમારા વોલેટમાં અમાન્ય ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ન રાખો. વોલેટને સુવ્યવસ્થિત રાખવાના આ ઉપાય ફેંગશુઇના છે.

Shah Jina