ઘરમાં 7 ઘોડાવાળી તસવીર રાખવાથી થઈ જશો પાયમાલ, ક્યાક તમારા ઘરમાં તો નથી ને?

આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું ઘણુ મહત્વ છે. જો ઘરને વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બનાવવામાં આવે તો તેમા સકારાત્મક ઉર્જા હંમેશા બની રહે છે. આપણા વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સુખ સમૃદ્ધિ કેવી રીતે રહે તે માટે કેટલાક ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. જો આપણે તેનું યોગ્ય પાલન કરીએ તો ઘરમાં સુખ શાંતિ રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં તસવીર રાખવાને લઈને પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવાની વાત કરવામાં આવી છે. ઘરમાં રાખવામાં આવેલી તસવીરોથી નકારાત્મક અને સકારાત્મક અસર થાય છે.

વાસ્તુશાસ્ત્રમાં આવી તસવીરોને ગતિ,સફળતા અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. સફેદ રંગના સાત ઘોડાને શુભ માનવામાં આવે છે. આપણે ઘણાના ઘર કે ઓફીસમાં આવી તસવીરો જોઈ હશે. એવી માન્યતા છે કે સાત ઘોડાની તસવીર ઘરમાં રાખવાથી પ્રગતિ થાય છે. પરંતુ તેને ઘરમાં લગાવવાના કેટલાક નિયમો પણ છે.

ઘરમાં સાત ઘોડાની તસવીર લગાવવાના નિયમો:

  • વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઘરમાં સાત ઘોડાની તસવીર ભૂલથી પણ ન લગાવો, જે અલગ અલગ દિશામાં ભાગી રહ્યા હોય. પરંતુ એક જ દિશામાં ભાગતા ઘોડાની તસવીર લગાવવી જોઈએ.
  • ક્યારેય પણ સાત ઘોડાથી ઓછા કે વધારે ઘોડાની તસવીર ન લગાવવી. આવું કરવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.
  • ઘરમાં એવા ઘોડાની તસવીર ન લગાવો જે દેખાવમાં આક્રોશિત હોય, આવું કરવાથી ઘરમાં વાદ વિવાદ વધે છે.

  • આ ઉપરાંત ઘરમાં ક્યારેય એકલા ઘોડાની તસવીર ન લગાવવી જોઈએ. આવું કરવાથી ઘરમાં પાયમાલી આવે છે.
  • ઘરમાં દોડતા ઘોડાની તસવીર રાખવી શુભ માનવામાં આવે છે, પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે આ ઘોડાઓ કોઈ યુદ્ધ સ્થળ પર ન દોડી રહ્યા હોય. આવી તસવીર નકારાત્મકતા લાવે છે.
  • એવા ઘોડાની તસવીર પણ ન લગાવો જે રથને ખેંચતા જોવા ન મળે.

  • જો ઘરમાં સાત ઘોડાની તસવીર લગાવી રહ્યા છો તો એ વાતનું ધ્યાન રાખો કે તેનો રંગ હંમેશા સફેદ જ હોય. સફેદ ઘોડાને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે.
  • આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે આ ઘોડાઓ ગતિમાન હોય. એક જગ્યાએ ઉભેલા કે બેઠેલા ઘોડાની તસવીર ક્યારેય ન લગાવો.
YC