શું તમે પણ તમારા પ્રેમને તમારી તરફ આકર્ષિત કરવા માંગો છો ? તો સાથે રાખો આ વસ્તુઓ, મહિલા યુટ્યૂબરનો વીડિયો થયો વાયરલ

દરે કવ્યક્તિ પોતાનો મનગમતો પ્રેમ મેળવવા માંગતું હોય છે, ઘણા કિસ્મતવાળા લોકોને તેમનો પ્રેમ મળી પણ જતો હોય છે, પરંતુ ઘણા એવા પણ લોકો હોય છે જે એક તરફી પ્રેમ કરીને જ જીવન વિતાવતા હોય છે ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા રોઝ ક્વાર્ટઝ ક્રિસ્ટલ પહેરવાના ફાયદા જણાવી રહી છે.

વાયરલ વીડિયોમાં તે કહે છે કે રોઝ ક્વાર્ટઝ ક્રિસ્ટલ પ્રેમને આકર્ષવામાં મદદ કરે છે. તે લોકોને તેનો ઉપયોગ કરવાની સલાહ આપી રહી છે. તેના વીડિયો પર યુઝર્સે અલગ-અલગ પ્રકારના ફીડબેક આપ્યા છે. મહિલાનું નામ નિધિ ચૌધરી છે. નિધિ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે. યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર તેની મજબૂત ફેન ફોલોઈંગ છે.

નિધિ ચૌધરી ઘણીવાર ફેશન, બ્યુટી, રિલેશનશિપ, એસ્ટ્રો વગેરેને લગતા મુદ્દાઓ પર વીડિયો બનાવે છે. તેના વીડિયોને લાખો વ્યૂઝ પણ મળે છે. આ દરમિયાન નિધિનો એક વીડિયો હેડલાઇન્સમાં છે. આ વીડિયોમાં તે લોકોને દરરોજ ક્વાર્ટઝ ક્રિસ્ટલ પહેરવાની ટિપ્સ આપતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Chaudhary (@thenidhichaudhary)

તે કહે છે કે આ ક્રિસ્ટલ તમને પ્રેમ આકર્ષવામાં મદદ કરશે. આ ક્લિપ @yugen_22 નામના યુઝરે ટ્વિટર પર શેર કરી છે. યુઝરે તેના કેપ્શનમાં લખ્યું “શું કોઈ મને સમજાવશે કે તે આ વીડિયોમાં શું બોલી રહી છે?” ટ્વિટર પર આ વીડિયોને 3 લાખ 60 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. સેંકડો વપરાશકર્તાઓએ તેના પર પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કહ્યું “શું ક્રિસ્ટલ પહેરીને કોઈને આકર્ષી શકાય છે?” તો બીજા યુઝરે લખ્યું “મેડમ, પોતે જ આકર્ષી રહી છે.”

 

View this post on Instagram

 

A post shared by Nidhi Chaudhary (@thenidhichaudhary)

નિધિ ચૌધરીએ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ઘણા વીડિયો અપલોડ કર્યા છે, જેને લાખો વખત જોવામાં આવ્યા છે. એક વીડિયોમાં તે બ્રેકઅપ બાદ રિલેશનશિપમાં કેવી રીતે આગળ વધવું તેની ટિપ્સ આપતી જોવા મળે છે. આ માટે, તે રોડોલાઇટ સ્ફટિકોનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Chaudhary (@thenidhichaudhary)

એક વીડિયોમાં વિદ્યાર્થીઓને ટિપ્સ આપતાં તે કહે છે કે અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓએ પૂર્વ, ઉત્તર, ઉત્તર પૂર્વ તરફ મોં રાખીને અભ્યાસ કરવો જોઈએ. તેના વીડિયોમાં નિધિ અનેક પ્રકારની બ્યુટી ટિપ્સ આપતી જોવા મળે છે. તેની પાસે ઘણી સેલિબ્રિટી સાથેની તસવીરો પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Chaudhary (@thenidhichaudhary)

તમને જણાવી દઈએ કે નિધિ ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 1 લાખ 30 હજારથી વધુ લોકો ફોલો કરે છે. આ ઉપરાંત તેની યુટ્યુબ ચેનલ પર સાડા ચાર લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. તેના વીડિયોને યુટ્યુબ પર 63 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. ફેસબુક પર પણ તેના 70 હજારથી વધુ ફોલોઅર્સ છે.

Niraj Patel