વધુ એક બ્રિજ ઉપર આપઘાત: આત્મહત્યા કરતા પહેલા 24 વર્ષના આ ભાઈએ સેલ્ફી પરિવારને મોકલી અને પરિવાર હચમચી ગયો…મિત્રો સાથે પણ…-જાણો વિગત
હાલમાં ઘણા સમયથી આપઘાતના કિસ્સાઓ વારંવાર સામે આવતા રહે છે. ઘણા લોકો બ્રિજ પરથી કૂદી મોતને વહાલુ કરી લેતા હોય છે, તો ઘણા લોકો કેનાલમાં ઝંપલાવતા હોય છે. આવો જ એક કિસ્સો હાલમાં આવ્યો છે, જેમાં ગુરુવારની મોડી સાંજે એક યુવકે સેલ્ફી લઇને બ્રિજ ઉપરથી કૂદકો મારી મોતને વહાલુ કર્યુ હતુ. માહિતી અનુસાર તે એમેઝોન કંપનીમાં પિક-અપ બોય તરીકે કામ કરતો હતો. સુરતની તાપી નદી ઉપરના બ્રીજ પરથી લોકો આપઘાત માટે તાપી નદીમાં છલાંગ મારતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો ગુરુવાર સવારનો સામે આવ્યો છે.
ગુરુવારે સવારે અગિયારે વાગ્યાના આરસામાં સુરતમાં અઠવા લાઇન્સ કેબલ બ્રિજ પરથી ‘લાસ્ટ ટાઇમ ફોર માય લાઇફ’ લખી અને પરિવારને આ પોસ્ટ સેન્ડ કર્યા બાદ યુવકે તાપી નદીમાં ઝંપલાવી દીધુ. આ યુવકની ઓળખ બાઇકને આધારે કરવામાં આવી હતી, તેનું નામ કુલદીપ હોવાનું સામે આવ્યુ છે અને તે પિક-અપ બોય તરીકે કામ કરતો હતો તે પણ જાણવા મળ્યુ છે. ફાયર વિભાગ દ્વારા તાપી નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવતા મૃતદેહ મળી આવ્યો હતો. એમેઝોનમાં પિક-અપ બોય તરીકે કામ કરતા 24 વર્ષીય કુલદીપે મિત્રોને લોકેશન શેર કર્યા બાદ કરેલા આપઘાતને લઈ અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે.

મૃતક કુલદીપ ઉધના વિસ્તારમાં આવેલા સંજયનગર ખાતે રહેતો હતો. કુલદીપ ઘરેથી સવારે નોકરી પર જવા માટે નીકળ્યો હતો અને કેબલ બ્રિજ ઉપર તેની બાઈક મૂકી તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. કુલદીપ સીધો અને સરળ સ્વભાવનો હતો. તેને કોઇ સાથે પ્રેમસંબંધ પણ ન હતો.

તેના મોટાભાઇનું કહેવુ છે કે તેને કોઇ ચિંતા પણ ન હતી અને પૈસા બાબતે પણ તે તણાવમાં ન હતો. કુલદીપે સેલ્ફી લીધા બાદ તસવીર પર લાસ્ટ ટાઇમ ફોર માય લાઇફ લખ્યું હતું, જે બાબતે તેના ભાઇઓ અને મિત્રો મૂંઝવણમાં મૂકાયા હતા. ફાયર વિભાગની કલાકોની મહેનત બાદ પણ કોઇ પત્તો મળ્યો ન હતો હાલ આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ અને ભાઈ વિભાગે આ યુવકના મૃતદેહને શોધખોળ શરૂ કરી છે.