21 વર્ષની ટિકટોક સ્ટાર મેઘા ઠાકુરનું કેનેડામાં અચાનક મોત, આઘાતમાં ચાહકો અને પરિવાર
કેનેડામાં રહેનારી ટિકટોક સ્ટાર મેઘા ઠાકુરની મોત થઇ ગઇ છે. તેની ઉંમર 21 વર્ષની હતી. મેઘાના પરિવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ખરાબ સમાચારને શેર કર્યા હતા. પરિવારે જણાવ્યુ કે, મેઘાની મોત 24 નવેમ્બરના રોજ સવારે અચાનક થઇ હતી. તેના આવા રીતે અચાનક જતા રહેવાને કારણે લોકો આઘાતમાં આવી ગયા છે. આ સમાચાર પર કોઈ વિશ્વાસ નથી કરી શકતા.
View this post on Instagram
મેઘા ઠાકુરના માતા-પિતાએ પોસ્ટમાં કહ્યું, ‘ખૂબ જ ભારે હૃદય સાથે અમે જણાવી રહ્યા છીએ કે અમારા જીવનનો પ્રકાશ, અમારી લાડકી અને સુંદર દીકરી મેઘા ઠાકુર અચાનક અમને છોડીને ચાલી ગઇ છે. તેની વિદાય દરેક માટે આઘાતજનક છે. 24 નવેમ્બર 2022ના રોજ સવારે તેનું અવસાન થયું. તેમણે આગળ કહ્યું, ‘મેઘા એક આત્મવિશ્વાસુ અને સ્વતંત્ર છોકરી હતી. અમે બધા તેને ખૂબ જ મિસ કરીશું. તે તેના ચાહકોને ખૂબ જ પ્રેમ કરતી હતી
View this post on Instagram
અને તે ઈચ્છતી હતી કે તેના નિધન વિશે તમને જાણ કરવામાં આવે. તમારી પ્રાર્થનાઓ તેને તેની આગળની યાત્રામાં સાથ આપશે. મેઘાના માતા-પિતા.’ જણાવી દઇએ કે, મેઘા ઠાકુર ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહેતી હતી. મેઘા ઠાકુરે છેલ્લી પોસ્ટ 18 નવેમ્બરે શેર કરી હતી. છેલ્લી પોસ્ટમાં તેણે લખ્યું હતું કે “તમે જ તમારા ભાગ્યના ઘડવૈયા છો, આ યાદ રાખો.” મેઘા ઠાકુરને 4 મહિના પહેલા પણ એકવાર હાર્ટ એટેક આવ્યો હતો.
View this post on Instagram
તેણે સોશિયલ મીડિયા પર તેના ચાહકોને આ માહિતી પણ આપી હતી. જુલાઈમાં ઈન્સ્ટાગ્રામ પરના એક વીડિયોમાં તેણે કહ્યું હતું કે “મને નર્વસનેસ છે જે સ્ટ્રેસમાં ફેરવાઈ ગઈ અને હાર્ટ એટેક આવ્યો. હું તેની સામે લડી રહી છું.” એવું માનવામાં આવે છે કે મેઘાનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. મેઘા ઠાકુર માત્ર 21 વર્ષની હતી.
View this post on Instagram
તે સોશિયલ મીડિયા પર લોકોને શરીરની સકારાત્મકતા અને આત્મવિશ્વાસ વધારવાની રીતો જણાવતી હતી. મેઘા મૂળ મધ્યપ્રદેશના ઈન્દોરની હતી. તેનો જન્મ 2001માં થયો હતો. મેઘા જ્યારે 1 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા કેનેડા ગયા હતા, મેઘાનું શિક્ષણ કેનેડામાં જ થયું હતું. અહેવાલો અનુસાર, મેઘા ઠાકુર વેસ્ટર્ન યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સની વિદ્યાર્થીની હતી.
View this post on Instagram