ભેસાણ મામલામાં જામીન મળ્યા બાદ કીર્તિ પટેલે બનાવ્યો નવો વીડિયો, બોલી “આટલી નીચ હલકી વાત કરીને મને બદનામ…” જુઓ વીડિયો
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સતત વિવાદોમાં રહે છે. થોડા દિવસ પેહલા જ ભેંસાણાના એક પરિવારના હેરાન કરવાના આક્ષેપ બદલ પોલીસે કીર્તિ સહિત 10 લોકોની ધરપકડ કરી હતી. ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ગેરકાયદેસર મંડળી રચીને પોતાના સાગરીતો સાથે ભેસાણના પરિવાર સાથે ઝઘડો કરવા માટે આવી પહોંચી હોવાના આરોપસર પોલીસે તેમની સામે ગેરકાયદેસર મંડળી રચવી, રાયોટીંગ સહિતના વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી 10 વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
ત્યારે હવે કીર્તિ પટેલને જામીન મળી ગયા છે અને જામીન મળતા જ કીર્તિ તેના અસલ અંદાજમાં આવી ગઈ છે. કીર્તિ પટેલે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેને લઈને હવે તે ફરીથી ચર્ચામાં આવી છે અને આ વીડિયોની અંદર તેને એવા એવા ખુલાસા કર્યા છે જેને સાંભળીને લોકો પણ હેરાન રહી ગયા છે.
વીડિયોમાં કીર્તિ પટેલ જય માતાજી સાથે પોતાની વાતને શરૂ કરતા કહે છે કે “મારી શું મેટર ચાલી રહી છે તેની સચ્ચાઈ હજુ કોઈને ખ્યાલ પણ નહિ હોય કે હકીકત શું છે ? તો ભેસાણ ગામની અંદર એવી વાત ઉડાવવામાં આવી જે આ કીર્તિ પટેલ છે, જમાન ભાયાણી છે, એ લોકોએ ગામમાં એવું દર્શાવ્યું કે કીર્તિ પટેલ, પટેલ સમાજની દીકરી થઈને ગાળો બોલતીતી. અને આ જમાન ભાયાણીએ તેને ગાળો બોલતા રોકી.”
કીર્તિ આગળ કહે છે કે, “એટલે આ કીર્તિ પટેલ એની સાથે ઝઘડો કરવા ગઈ. ભેસાણ ગામ આવી રહી છે. તો આ પ્રશ્ન જ નથી. કે હું ગાળ બોલતી હોય અને એ મને રોકવા આવ્યો હોય. તો હું કદાચ પટેલ સમાજનો દીકરો માનીને હું એની વાત માનું. પણ આની અંદર જમાન ભાયાણી દારૂની મહેફિલમાં એવું કહે છે, કે આ કીર્તિ પટેલને હું 2500 રૂપિયામાં દીવ બે રાત લઇ ગયેલો અને મારી આટલી નીચ હલકી વાત કરીને મને બદનામ કરે છે.”
View this post on Instagram
આગળ કીર્તિએ એમ પણ જણાવ્યું કે, “જે માણસ જાણતો નથી, જોતો નથી, જોયા વગર એક દીકરીની હલકી વાતો કરે છે, તો આનો સપોર્ટ આપવા માટે આખું ગામ ભેગું કર્યું તું એને. તો પહેલા સચ્ચાઈ જાણો અને પછી આવા રાવણ જેવા રાક્ષસનો સાથ આપો. બસ મારે ખાલી એટલું જ કહેવું છે. જય માતાજી” ત્યારે હવે કીર્તિનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેને લાઈક કરી રહ્યા છે.
View this post on Instagram
આ ઉપરાંત ઉપરાંત કીર્તિ પટેલે એક બીજો વીડિયો પણ બનાવ્યો છે, જેમાં તે બીડીનો ધુમાડો કાઢતા કાઢતા ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મના ડાયલોગ પર રીલ બનાવી રહી છે, જેમાં તે કોઈથી ના ડરવા વિશે પણ બોલતી જોવા મળી રહી છે. તેનો આ વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.