ફેમસ ટિકટોક સ્ટારનો પ્રાઇવેટ વીડિયો થયો લીક, રડતા રડતા વીડિયો શેર કરી કહી આ વાત

કુલ્લડ પિઝા કપલ બાદ પાક યૂટયૂબરનો પ્રાઇવેટ વીડિયો થયો લીક, હવે રડતા રડતા કહી આ વાત

Aliza Sehar MMS Video Leak: આજના સમયમાં સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે જે કોઈને રાતોરાત ફેમસ અને ઓછા સમયમાં બદનામ કરવાની શક્તિ ધરાવે છે. સોશિયલ મીડિયા પર ઘણા સારા તો ઘણા ખરાબ વીડિયો અવાર નવાર વાયરલ થાય છે જે સામાન્ય લોકો માટે ભલે ટાઈમપાસ હોય પરંતુ કોઇ વ્યક્તિની જિંદગી દાવ પર લગાવી દે છે.

ફેમસ ટિકટોક સ્ટારનો પ્રાઇવેટ વીડિયો થયો લીક

હાલમાં જ થોડા સમય પહેલા કુલ્લડ પિઝા કપલનો એક પ્રાઈવેટ વીડિયો વાયરલ થયો હતો જેના કારણે સાયબર સિક્યુરિટી પર સવાલો ઉભા થયા હતા. ત્યારે હવે એક પાકિસ્તાની ટિકટોક સ્ટાર અલીઝા સહરનો પણ એક પ્રાઇવેટ વીડિયો લીક થયો છે. આ મામલે તેણે પોલીસ અને સાયબર સેલમાં ફરિયાદ પણ નોંધાવી છે. પરંતુ આ બધાથી પરેશાન સહરે હવે રડતા રડતા એક વીડિયો શેર કર્યો છે.

રડતા રડતા વીડિયો કર્યો શેર

વીડિયોમાં તે કહી રહી છે કે બધાને મારા નમસ્કાર. આજકાલ મારા વિશે ઘણી વાતો થઈ રહી છે. હું તમને બધી વિગતો જણાવીશ. હું તે વ્યક્તિ વિશે પણ કહીશ જેણે આ બધું કર્યું છે. રડતા રડતા તેણે કહ્યું, ‘હું સવારથી સાંજ સુધી મુલ્તાનમાં ભટકતી રહી પરંતુ સાયબર ક્રાઈમ હેઠળ મને સપોર્ટ તો કરવામાં આવ્યો પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ.’ સહરે કતરમાં બેઠેલા વ્યક્તિને કૂતરો કહ્યો, જેણે તેનો વીડિયો વાયરલ કર્યો હતો.

અલીઝા સહર પાકિસ્તાનમાં યુટ્યુબર તરીકે જાણીતું નામ

યુટ્યુબરે કહ્યું- ‘જેમણે મને સપોર્ટ કર્યો છે તેમનો ખૂબ ખૂબ આભાર. હું મારી આજીવિકા મારી મહેનતથી કમાઉં છું અને તે બધું તમારા લોકોની સામે છે. કોઈએ મને બ્લેકમેઇલ કરી. મારી યુટ્યુબ ચેનલના શરૂઆતના દિવસોથી કોઈએ મને જીવવા નથી દીધી. લોકો મને પરેશાન કરતા રહ્યા પરંતુ હું બંધ ન થઇ કારણ કે મારા પરિવારે મને ખૂબ સપોર્ટ કર્યો. જણાવી દઈએ કે અલીઝા સહર પાકિસ્તાનમાં યુટ્યુબર તરીકે જાણીતું નામ છે અને તે તેના સોશિયલ મીડિયા કન્ટેન્ટ માટે જાણીતી છે. તે મોટાભાગે તેના ઘરના કામના વ્લોગ અને ટિકટોક વીડિયો બનાવે છે.

Shah Jina