એક માતાનો પ્રેમ, જુઓ વીડિયોમાં વાઘણની પાસે આવીને ખુબ જ પ્રેમથી સુઈ ગયા તેના બચ્ચાઓ, વીડિયો જીતી લેશે તમારું દિલ

સોશિયલ મીડિયા ઉપર રોજ બરોજ ઘણા જ વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયો એવા પણ હોય છે જે આપણા દિલને સ્પર્શી જાય. હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે તમારા દિલને ચોક્કસ સ્પર્શી જશે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વાઘણ તેના બચ્ચા પાસે આવીને સુઈ જાય છે. જેના બાદ તે વાઘણના એક પછી એક બાળકો આવી અને તેની ઉપર સુતા જોવા મળે છે. ચારેય નાના બાળકોને શાંતિ તેમની માતાની પાસે જ મળે છે. જેમ એક માણસને પોતાની પાસેથી મળે છે તેમ વાઘણના બાળકો પણ પોતાની માતાની પાસે અદમ્ય શાંતિનો અનુભવ કરે છે.

વાઘને આપણે મોટાભાગે હિંસક પ્રાણીના રૂપમાં જોઈએ છીએ. પરંતુ મા ભલે માણસની હોય કે વાઘ જેવા હિંસક પ્રાણીની. મા તો મા જ હોય છે.આ વીડિયો જોઈને એક માતાની મમતા અને બચ્ચાઓનો તેમની માતા પ્રત્યેનો પ્રેમ ઉભરી આવે છે. જો તમે પ્રાણી પ્રેમી હશો તો આ વીડિયો તમને ચોક્કસ ગમવાનો જ છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર ઉપર આ વીડિયોને Buitengebieden નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપશનમાં લખવામાં આવ્યું છે કે “આખરે તે બધા પોતાની માતા પાસે જ આવી જાય છે.” વાયરલ થઇ રહેલા આ વીડિયોને જોઈને લોકો ભરપૂર કોમેન્ટ પણ કરી રહ્યા છે. તમે પણ જુઓ આ વાયરલ વીડિયો…

Niraj Patel