ટાઇગર શ્રોફે ખરીદ્યુ પોતાના સપનાનું ઘર, જેવો તેવો નહિ પરંતુ લગ્ઝરી અને 8 BHK વાળો શાનદાર છે એપાર્ટમેન્ટ, જુઓ તસવીરો

આ કરોડોના ઘરમાં છે મિની થિયેટરથી લઇને સ્કાય લોન્જ…જુઓ અંદરનો નઝારો- ખુશ થઇ જશો

બોલિવુડ અભિનેતા ટાઇગર શ્રોફ આ સમયે તેમના નવા ઘરને લઇને ચર્ચામાં છે. ટાઇગર શ્રોફે મુંબઇ, ખાર રુસ્તમ જી પૈરામાઉંટમાં પોતાની પૂરી ફેમિલી માટે આલીશાન ફ્લેટ ખરીદ્યો છે. પોતાના આ નવા ઘરનું સપનુ ટાઇગરે ઘણા સમય પહેલાથી જોયુ હતુ, જે આખરે સાચુ થઇ ગયુ છે. ટાઇગરનું ઘર માત્ર અંદરથી જ નહિ પરંતુ બહારથી પણ શાનદાર છે.

ટાઇગરનું આ ઘર બે કે ત્રણ નહિ પરંતુ 8 BHKનું છે. ટાઇગરનું આટલું મોટુ ઘર ખરીદવા પાછળનું કારણ તેમનો પરિવાર છે. તે ઇચ્છે છે કે બધા એક સાથે મળી એક જ ઘરમાં રહે. ટાઇગરે ઘરને ખાસ બનાવવા માટે અભિનેતા જોન અબ્રાહમના ભાઇ એલેનથી ડિઝાઇન કરાવ્યુ છે.

એલેન ખૂબ જ સારા ઇંટીરિયર ડિઝાઇનરની લિસ્ટમાં આવે છે અને તેમણે ઘણા સ્ટાર્સના ઘરને સજાવ્યુ છે. ટાઇગરનું ઘર જે સોસાયટીમાં છે ત્યાં 2, 3, 4, 5, 6 અને 8 BHK છે. ટાઇગરે અહીં 8 BHK એપાર્ટમેન્ટ લીધો છે. તે તેના પેરેન્ટ્સ જેકી શ્રોફ, આયશા શ્રોફ અને બહેન કૃષ્ણા શ્રોફ સાથે ઘરમા શિફ્ટ થઇ ચૂક્યા છે.

આ ઘરમાં તમામ રીતની સુવિધાઓ છે. જેમ કે, સ્વિમિંગ પુલ, ગેમ રૂમ ઘરની શોભા વધારે છે તો ઘરની ખાસ વાત એ છે કે તેના ઘરથી અરબ સાગરનો નજારો બિલકુલ સ્પષ્ટ જોવા મળે છે. આ સોસાયટીમાં એક આઉટડોર ફિટનેસ જિમ, આર્ટિફિશિયલ રોક ક્લાઇમ્બિંગ એરિયા અને એક સ્ટાર ગેજિંગ ડેક પણ સામેલ છે.

આ પહેલા ટાઇગર શ્રોફ અને તેનો પરિવાર કાર્ટર રોડની ઇમારતમાં ભાડાના મકાનમાં રહેતો હતો. હવે પૂરો પરિવાર તેમના નવા ઘરમાં શિફ્ટ થઇ ગયો છે. આ કોમ્પેલ્ક્ષમાં હાર્દિક પંડ્યા, રાની મુખર્જી, ક્રુણાલ પંડ્યા, મેઘના ઘઇ પુરી, દિશા પટની જેવા કેટલાક સેલેબ્સ ઘર ખરીદવાની ઇચ્છા જતાવી ચૂક્યા છે.

ઇટાઇમ્સના એક રીપોર્ટ અનુસાર, ટાઇગર શ્રોફે ખારમાં એક જ બિલ્ડિંગમાં ત્રણ પોપર્ટીમાં નિવેશ કર્યુ છે. તેના માટે અભિનેતાએ 31.5 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે., જેમાં નવા ઘરની કિંમત 30 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

વર્કફ્રંટની વાત કરીએ તો, તેમની અપકમિંગ ફિલ્મ “હીરોપંતિ 2” છે, તેમાં તે તારા સુતારિયા સાથે જોવા મળશે. સાથે જ તે રેમ્બો અને બાગી 4 તેમજ ગણપથમાં નજર આવશે.

Shah Jina