રિંછના બચ્ચા પર વાઘે કર્યો હુમલો, બચાવવા દોડી મા, વીડિયોમાં જુઓ પછી શું થયું

પોતાના બચ્ચાને બચાવવા વાઘ સાથે રિંછે ખેલ્યો જીવ સટોસટનો ખેલ, જુઓ રોમાંચક વીડિયો

મા ને ધરતી પર ભગવાનનું રૂપ માનવામાં આવે છે. તે પોતાના જીવના જોખમે બાળકોની રક્ષા કરે છે. કોઈ પણ પરિસ્થિતિમાં મા તેના બાળકોનો સાથ છોડતી નથી. તે દરેક ક્ષણે પોતાના બાળકોની ઢાલ બનીને રહે છે. આ વાત માત્ર માણસોની નથી પરંતુ જાનવરોમાં પણ આ વાત લાગું પડે છે. પશુ અને પ્રાણીઓ પણ પોતાના સંતાનોને માણસો કરતા વધારે પ્રેમ કરે છે. આ વાતની સાક્ષી પુરાવતા ઘણા વીડિયો સામે આવી ચૂક્યા છે.

હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ભૂખ્યો વાઘ એક રિંછના બચ્ચા પર હુમલો કરી દે છે અને તેને બચાવવા તેની મા આવી ચડે છે. ત્યાર બાદ શું થયું તે તમે વીડિયોમાં જોઈ શકો છો. આ વીડિયોને લાઈફ એન્ડ નેચર નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં અંદાજે 35 હજાર જેટવા વ્યૂ મળી ચૂક્યા છે. હજુ પણ લોકો તેને લાઈક અને શેર કરી રહ્યા છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કોઈ જંગલમાં ભૂખ્યો વાઘ શિકારની શોધમાં ફરતો જોવા મળી રહ્યો છે. ત્યારે જ તેને એક રિંછનું બચ્ચું જોવા મળે છે. તે તુરંત જ રિંછના બચ્ચા પર હુમલો કરી દે છે. પરંતુ વાઘ બચ્ચાનો શિકાર કરે તે પહેલા જ તેના મા તેને બચાવવા આવી જાય છે અને વાઘ સાથે જીવ સટોસટનો ખેલ શરૂ થાય છે. પછી બન્ને વચ્ચે જંગલમાં ભીષણ લડાઈ શરૂ થાય છે. આ દરમિયાન રિંછનું બચ્ચું પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી જાય છે અને તેની મા વાઘ સાથે લડવા લાગે છે.

વાઘ અને રિંછ વચ્ચે બરાબરની લડાઈ થાય છે અને છેલ્લે વાઘ ડરીને ત્યાંથી ચાલ્યો જાય છે. જો કે વીડિયોમાં તમે જોશો કે ઘણીવાર એવું પણ લાગ્યું કે, વાઘ રિંછનો શિકાર કરી લે છે પરંતુ રિંછ હિમ્મત નથી હારતું અને છેલ્લે સુધી વાઘનો સામનો કરે છે. રિંછની બહાદુરી સામે વાઘ પોતાની હાર માની લે છે અને ત્યાંથી પોતાનો જીવ બચાવી નાસી જાય છે.

YC