જયોતિષ શાસ્ત્ર અનુસાર, બધા ગ્રહોમાં શનિ સૌથી ધીમી ગતિએ ચાલવાવાળો ગ્રહ છે. શનિ કોઇ એક રાશિમાં 2.5 વર્ષ સુધી રહે છે. શનિદેવ ન્યાય દેવતા છે. તે વ્યક્તિને તેના કર્મોને આધારે સારુ અને ખરાબ ફળ આપે છે. આ સમયે શનિદેવ મકર રાશિમાં વિરાજમાન છે. જયોતિષશાસ્ત્ર અનુસાર, મકર-કુંભ શનિની રાશિ છે. શનિના મકર રાશિમાં રહેવાનું કારણ મકર, કુંભ અને ધન રાશિ પર શનિની સાડાસાતી લાગી છે.

શનિ જે રાશિમાં ગોચર કરે રાશિક્રમ અનુસાર તે રાશિની આગળની અને પાછળની રાશિ પર અસર પાડે છે. આ રીતે શનિદેવની અઢીવર્ષ સુધી એક રાશિ પર અસર રહે છે. આ સાડાસાત વર્ષના ગાળાને સાડાસાતી કહેવામાં આવે છે. શનિદેવ જેમ જેમ આગળ વધે છે સાડાસાતી ઉતરવાની શરૂ થાય છે.
જ્યારે શનિ દેવ ગોચર કરે તે રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે અઢી વર્ષ પછી શનિદેવ રાશિ પરિવર્તન કરે છે. જ્યોતિષ ગણતરી અનુસાર ચંદ્ર રાશિથી જ્યારે શનિ બારમાં ભાવ, પહેલા સ્થાન, દ્વિતિય સ્થાનથી નીકળે છે તે અવધીને સાડાસાતી કહેવામાં આવે છે.
કુંભ રાશિ પર સાડાસાતીનું પ્રથમ ચરણ છે. આ સમયે જવાબદારીઓ વધશે. કામનો ભાર રહેશે. પરંતુ મહેનત કરવાથી ધન લાભ થઇ શકે છે.
મકર રાશિ પર સાડાસાતીનું મધ્ય ચરણ છે. આ સમયે માન-સમ્માન વધશે. સ્થળ પરિવર્તનનો યોગ બનશે. રોકાયેલા કાર્યો પૂરા થઇ શકે છે. કરિયરમાં બદલાવ આવશે.
ધન રાશિ પર સાડાસાતીનું અંતિમ ચરણ છે. તેમાં સામાન્ય રીતે ધનની સ્થિતિ સારી રહેશે. કરિયર અને રોજગારમાં બદલાવના યોગ બનશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ પડશે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્રત્યેક ગ્રહની કેટલીક રાશિ ઉચ્ચ તો કેટલીક નીચ રાશિ હોય છે. શનિદેવ તુલા રાશિમાં ઉચ્ચના હોય છે આ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે આથી શનિદેવ તુલા રાશિના જાતકો પર શુભ પ્રભાવ નાખે છે. મકર અને કુંભ રાશિનો સ્વામી શનિદેવ હોય છે આથી મકર અને કુંભ રાશિમાં શનિદેવની વિશેષ કૃપા રહેલી હોય છે.