ઘોર બેદરકારી: કોરોના વેક્સિન લેવા માટે આવેલી ત્રણ મહિલાનો લગાવી દીધી હડકવાની રસી, પછી જે થયું તે…..

એક તરફ દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે બીજીતરફ કોરોનાની વેક્સિન વધુમાં વધુ લે તેવા સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, આ દરમિયાન હોસ્પિટલ દ્વારા ઘણી લાપરવાહીના કિસ્સાઓ પણ જોવા મળે છે.

હાલ એવી જ એક લાપરવાહીનો કિસ્સો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના શામલી સ્વાસ્થ્ય વિભાગમાંથી. જ્યાંના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના કર્મચારીને કોરોના અને હડકવાની રસીમાં કોઈ અંતર જ ના દેખાયું.

આ સ્વાસ્થ્ય કેન્દ્રમાં કોરોનાની રસી લગાવવા ગયેલી ત્રણ વ્રિધ મહિલાઓને હડકવાની રસી લગાવી દેવામાં આવી હતી. જેમાંથી એક મહિલાની હાલત ગંભીર થયા બાદ સ્વાસ્થ્ય કેન્દ્રની લાપરવાહી સામે આવી હતી. જેને લઈને પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. સાથે જ સીએમઓને કાર્યવાહી કરવા માટે પણ માંગણી કરી છે.

આ મામલો શામલીના કાંધલા સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રનો છે. અહીંયા ગુરુવારના રોજ કાંધલામાં રહેતાં 70 વર્ષના સરોજબેન, 72 વર્ષનાં અનારકલી અને 60 વર્ષનાં સત્યવતીબેન કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લેવા માટે સ્વાસ્થ્ય કેન્દ્ર પહોંચ્યાં હતાં. આરોપ એ છે કે સ્વાસ્થ્ય કેન્દ્રમાં હાજર કર્મચારીએ મેડિકલ સ્ટોરમાંથી રૂ. 10-10 વાળી ત્રણ સિરિંજ મંગાવી. ત્યારબાદ ત્રણેયને હડકવાની રસી આપીને ઘરે મોકલી દેવામાં આવ્યા.

આ બધા વચ્ચે જ સરોજની હાલત બગડવા લાગી. તેમને તેજ ચક્કર આવવા લાગ્યા અને ગભરામણ શરૂ થઇ ગઈ. પરિવારજનો તેમને ઉતાવળમાં પ્રાઇવેટ ડોક્ટર પાસે લઇ ગયા. ત્યારબાદ ડોક્ટરને સ્વાસ્થ્ય કેન્દ્રની પાવતી લગાવીને કોરોનાની વેક્સિન લગાવવાની વાત જણાવી. પરંતુ ડોક્ટર પાવતી જોઈને જ હેરાન રહી ગયા.

ડોકટરે મહિલાના પરિવારજનોને જણાવ્યું કે તેમને કોરોનાની નહિ પરંતુ હડકવાની રસી મુકવામાં આવી છે. ત્રણેય મહિલાના પરિવારજનોએ મામલાની તપાસ કરી. જેના બાદ સ્વાસ્થ્ય કેન્દ્ર કર્મચારીઓની પોલ ખુલી ગઈ. મામલાને લઈને પરિવારના લોકોએ ખુબ જ હોબાળો મચાવ્યો. પરિવારજનોએ સીએમઓ સંજય અગ્રવાલની પાસે મામલાની ફરિયડ કરતા કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

તો આ મામલામાં ડીએમ જસજિત સિંહે જણાવ્યું હતું કે તેમના ધ્યાનમાં આ મામલો સામે આવ્યો છે. તે આ મામલાની તપાસ કરશે અને આ પ્રકરણમાં દોશી પામનાર ઉપર કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

Niraj Patel