નેશનલ હાઇવે ઉપર ઢસડાઈ પડ્યું 4 વર્ષ પહેલા બનેલું ત્રણ માળનું મકાન, ઘટનાનો વીડિયો જોઈને તમે પણ હચમચી ઉઠશો

થોડા દિવસ પહેલા જ અમદાવાદની અંદર એક બિલ્ડીંગ ધરાશય થવાનો વીડિયો સામે આવ્યો હતો, જે જોઈને જ લોકો ડરી ગયા હતા, ત્યારે હાલમાં એક બીજો વીડિયો સામે આવ્યો છે, જેમાં નેશનલ હાઇવે  ઉપર રહેલું ત્રણ માળનું મકાન જોત જોતામાં જ પડી જતું જોવા મળી રહ્યું છે. આ વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર આ વિડિયો જહાંનાબાદ જિલ્લાના મખદૂમપુર બજારનો છે. બુધવારના રોજ નેશનનલ હાઇવે 83 ઉપર બનેલું એક ત્રણ માળનું મકાન તાશના પાનાની જેમ ધરાશય થઇ ગયું. અચાનક રોડ ઉપર ત્રણ માળનું મકાન પડી જવાના કારણે હડકંપ મચી ગયો હતો. સારું હતું કે લોકડાઉનના કારણે આ રસ્તા ઉપર કોઈ હતું નહીં કે ના કોઈ ગાડી હતી. નહિ તો એક મોટી દુર્ઘટના બની શકતી હતી. આ દુર્ઘટના થવાના કારણે હાઇવે કલાકો સુધી જામ થઇ ગયો હતો. જેના બાદ પ્રસાશનની મદદથી કાટમાળ હટાવવામાં આવ્યો.

આ ઘટનાને રૂબરૂ નિહાળનાર અવધેશ યાદવે જણાવ્યું કે આ મકાનની અંદર કપડાંની દુકાન હતી. લોકડાઉનના કારણે દુકાન બંધ હતી અને આ મકાન લગભગ 4 વર્ષ પહેલા જ બન્યું છે. બુધવારે બપોરે અચાનક મકાન ધરાશાયી થવાનો અવાજ આવવા લાગ્યો જેના કરે સ્થાનિક લોકોએ રસ્તાની બંને બાજુથી આવવા વાળા વાહનોને રોકીદીધા . ત્યારબાદ આ ત્રણ માળનું મકાન ધરાશાય થઇ ગયું હતું. મકાન પડી જવાના કારણે દુકાનદારોને લાખોનું નુકશાન થયું છે.”

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે ઘટનાની 7 સેકેંડ પહેલા જ એક ટ્રક ત્યાંથી પસાર થાય છે. અને જેવી ટ્રક પસાર થાય છે આ ત્રણ માળનું મકાન કકડભૂસ કરતું ધરાશાયી થઇ જાય છે. જુઓ તમે આ ઘટનાનો લાઈવ વીડિયો..

Niraj Patel