ત્રણ ત્રણ સિંહોએ ભેગા મળી અને પાણીમાં રહેલા એકલા મગર ઉપર કર્યો હુમલો, પછી મગરે જે કર્યું તે જોઈને તમારા રૂંવાડા ઉભા થઇ જશે, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં પ્રાણીઓના શિકારના લગતા ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે અને તેમાં પણ સિંહોના શિકારનો વીડિયો તો લોકોને વધુ પસંદ આવતો હોય છે, સિંહ જંગલનો રાજા છે અને તે ક્યારેય કોઈની સામે ઝૂકતો નથી, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક બે નહિ પરંતુ ત્રણ ત્રણ સિંહો પાણીમાં રહેલા મગર ઉપર હુમલો કરતા જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે જેમ સિંહની સામે કોઈ પ્રાણી લાંબો સમય ટકી શકતું નથી, તેવી જ રીતે પાણીમાં મગરને પડકારવું એ જીવને જોખમમાં મૂકવા જેવું છે. સોશિયલ મીડિયાનો આ વીડિયો જોઈને દરેક મગરની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મગર નદીના કિનારે આવતાની સાથે જ કેટલાક સિંહો તેને ઘેરી લેવા તૈયાર થઈ જાય છે. બધા સિંહો તે એકલા મગર પર હુમલો કરવાનું શરૂ કરે છે. પરંતુ મગર તેમને સખત સ્પર્ધા પણ આપે છે. બંનેમાંથી કોઈ હાર માનવા તૈયાર નથી.

આ વીડિયો જોઈને તમારા પણ રૂંવાડા ઉભા થઇ જશે. શરૂઆતમાં એ સમજવું મુશ્કેલ છે કે સિંહની ટીમ જીતશે કે મગર. બધા સિંહો એકસાથે તે મગરને પકડી લે છે. પરંતુ મગર એટલો બહાદુર હતો કે તેણે એક સેકન્ડ માટે પણ હિંમત ન હારી અને સિંહોના હુમલાથી બચવાનો સતત પ્રયાસ કર્યો. આખરે સિંહોએ પીછેહઠ કરવી પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by Lions Daily (@lionsdaily_)

માત્ર 35 સેકન્ડનો આ વીડિયો લોકોનું ખૂબ જ મનોરંજન કરી રહ્યો છે. અત્યાર સુધીમાં હજારો લોકોએ આ વીડિયો જોયો છે અને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેને લાઈક પણ કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકોએ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી. મગરની જીત પર કેટલાક લોકોને આશ્ચર્ય થયું તો કેટલાક લોકો ખુશ થયા.

Niraj Patel