સૂર્ય-બુધ અને શુક્ર બદલી રહ્યા છે તેની ચાલ, આ જાતકોનું નસીબ ખુલી જશે

જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની ચાલ બદલે છે ત્યારે તેની અસર ઘણી રાશિના જાતકો પર પડે છે. જ્યોતિષાચાર્યોના મતે સૂર્ય,બુધ અને શુક્ર આ મહિને પોતાની ચાલ બદલી રહ્યા છે, સૂર્ય 14 જાન્યુઆરીના દિવસે મકર રાશિમાં ગોચર કરશે, ત્યારપછી મંગળ 16 જાન્યુઆરીના રોજ ધન રાશિમાં પ્રવેશ કરશે અને છેલ્લે શુક્ર પણ ધન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તનની તમારા પર કેવી અસર થશે તે જાણીએ.


મેષ: આ રાશિના લોકોને શરીર સ્વાસ્થ્ય અંગે ચિંતા વધશે. મનોબળ ઓછુ થશે અને નોકરી ધંધામાં કામકાજનો બોજ વધશે, પારિવારિક ચિંતા પણ વધશે. આર્થિક સંકડામણનો સામનો કરવો પડી શકે.

વૃષભ: આ રાશિના લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. ઘરમાં કંકાસ થઈ શકે છે તેથી માનસિક સંતુલન જાળવું. યોગ અને ધ્યાન કરવુ અને પૂજા પાઠમાં સમય વિતાવવો. વિના કારણ ક્રોધથી મન વ્યાકુળ રહેશે. બિઝનેસમાં ફાયદો થશે.

મિથુન: નોકરી ધંધામાં ઉતાર ચઢાવ આવી શકે છે. તમે જેટલી મહેનત કરશો તેટલુ ફળ નહીં મળે. જેના કારણે માનસિક બેચેની આવશે. જો કે મહિનાના અંત સુધીમા સારા પરિણામો આવી શકે છે.

કર્ક: નાની વાતમાં તમને ગુસ્સો આવશે તેથી મનને શાંત રાખવાનો પ્રયત્ન કરો. તમારી આર્થિક પરિસ્થિતિ બદલાવાનો યોગ બની રહ્યો છે. પૈસાની તંગી દૂર થશે અને ધારેલા કામમાં સફળતા મળશે. પરિવારનો સાથ મળશે.

સિંહ: વિદ્યાર્થીઓ માટે આ મહિનો સારો રહેશે. નોકરીની તકો મળશે. જ્યાં નોકરી કરતા હશો ત્યાં પ્રમોશનનો ચાન્સ વધશે. આ ઉપરાંત વિદેશ યાત્રા પણ થઈ શકે છે.

કન્યા: 16 જાન્યુઆરી બાદ તમારા જીવનમાં અનેક પરિવર્તનો આવશે. ઘરમાં થોડો ખર્ચ વધશે. પરંતુ ધંધામાં પ્રગતિના થશે. પરિવારના સભ્યોમાં કોઈ માંદગીમાં સપડાઈ શકે છે.

તુલા: 14 જાન્યુઆરી બાદ તમારી રહેણી કહેણીમાં ફેરફાર આવશે. આ ઉપરાંત તમારા સાથી કર્મચારીઓ સાથે કામને લઈને વાદ વિવાદ થઈ શકે છે. તેથી મનને શાંત રાખો અને ઝઘડાથી દૂર રહો.

વૃશ્ચિક: આ રાશિના લોકોને મહિનાના મધ્યભાગથી થોડી સમસ્યાઓ આવશે. તમારે તમારી વાણી પર કંટ્રોલ રાખવો પડશે. અન્યને ખોટુ લાગે તેવુ ન બોલો નહીં તો આવનારા સમયમાં નજીકના લોકો સાથે સંબંધો બગડી શકે છે.

ધન: એજ્યુકેશનનને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે. ઘરના વડિલોનું સ્વાસ્થ્ય થોડુ નરમ ગરમ રહેશે, વડિલોની સેવા કરવાનો અવસર મળશે. થોડી ઘણી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે.

મકર: આવાનારા સમયમાં તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો થતો જોવા મળશે. કામ કાજ માટે ઘરથી દૂર રહેવાનો સમય આવશે, તેથી મન થોડુ વ્યગ્ર રહેશે. આ ઉપરાંત તમારે તમારી શરીરની વિશેષ કાળજી લેવી પડશે નહીં તો કોઈ બિમારીનો ભોગ બનશો.

કુંભ: તમારી પત્ની સાથે ઝઘડો થઇ શકે છે. ઘરના ખર્ચમાં અચાનક વધારો થશે. વર્તન વ્યવહારમાં સંયમ નહીં રાખો તો સ્થિતિ બગડી શકે છે. લોકો સાથે વાદ વિવાદમાં ન પડશો. મહિનાના અંતે આવકમાં વધારો થશે.

મીન: આ રાશિના લોકોએ તેમના બાળકોની વિશેષ કાળજી રાખવી પડશે, નોકરી ધંધામાં સારા સમાચાર આવશે. આર્થિક લાભ થશે. અટકેલા કામ સફળ થશે. ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે.

YC