5 રૂપિયા સુધી આવી શકે છે વોડાફોન આઇડિયાનો શેર? રિટેલર્સના ફેવરેટ સ્ટોક પર શું છે આશંકા

5 રૂપિયા સુધી આવી શકે છે આ દિગ્ગજ ફેમસ કંપનીનો શેર, જલ્દી જુઓ ક્યાંક તમે તો લઈને નથી બેઠા ને…

કેએમ બિરલાના નેતૃત્વ વાળી કંપની વોડાફોન આઈડિયાનો શેર એક મહિનામાં 21% ઘટી ચૂક્યો છે. દેવા હેઠળ દબાયેલી આ કંપનીના શેર 6 માર્ચના રોજ 7.79 પર ટ્રેડ થઈ રહ્યા છે. VIનો શેર હવે તેના 52 અઠવાડિયાના સૌથી નીચા ભાવ રૂ. 6.61ની નજીક છે, જે ગયા વર્ષે 22 નવેમ્બરના રોજ તે પહોંચ્યો હતો. અગ્રણી બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલના મતે, VI ના શેરમાં ઘટાડો ચાલુ રહેવાની શક્યતા છે. તાજેતરની નોંધમાં બ્રોકરેજ દ્વારા વોડાફોન આઈડિયાને સેલ રેટિંગ આપવામાં આવ્યું છે.

બ્રોકરેજ રિપોર્ટ મુજબ, VI એકમાત્ર ટેલિકોમ સ્ટોક છે જેને સેલ રેટિંગ આપવામાં આવ્યું છે. મોતીલાલ ઓસ્વાલે વોડાફોન આઈડિયાના શેરના ભાવ લક્ષ્યાંકને ઘટાડીને રૂ.5 કર્યો છે. વોડાફોન આઈડિયાના શેર સતત ઘટી રહ્યા છે અને 52 અઠવાડિયાના ઉચ્ચતમ ભાવ રૂ. 19.18 પ્રતિ શેરથી ઘટીને હવે રૂ.8 થી ઓછા થઈ ગયા છે.

છેલ્લા કેટલાક મહિનામાં Vi ના શેરનું પ્રદર્શન ખરાબ રહ્યું છે, કારણ કે 30 દિવસમાં તેમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા એક વર્ષમાં તેણે લગભગ 47.8 ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે, જ્યારે છેલ્લા 6 મહિનામાં તેણે 49.9 ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે. વોડાફોન આઈડિયાના શેરનો ૫૨ અઠવાડિયાનો ઉચ્ચતમ સ્તર 19.18 રૂપિયા છે જ્યારે 52 અઠવાડિયાનો નીચો સ્તર 6.61 રૂપિયા છે. ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા પર લગભગ 70,000 કરોડ રૂપિયાનું AGR બાકી છે અને લગભગ 1,40,000 કરોડ રૂપિયાનું સ્પેક્ટ્રમ બાકી છે.

આ ઉપરાંત કંપની પર ડિસેમ્બર 2024ના અંત સુધીમાં બેંકોનું લગભગ રૂ. 2,300 કરોડનું દેવું છે. તાજેતરમાં, કંપનીએ તેના ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે, જેમાં ચોખ્ખા નુકસાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. ટેલિકોમ કંપનીએ મર્જર પછીનો તેનો અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક રોકડ EBITDA રૂ. 24.5 બિલિયન પણ પોસ્ટ કર્યો, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળા કરતાં 15 ટકા વધુ છે.

SOURCE: ZEENEWS

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના ન્યુઝ અથવા પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)

Previous Article

પાર્ટીમાં લાપતા થયેલી મોડલ રસ્તા કિનારે 10 દિવસ પછી લોહીથી લથપથ હાલતમાં મળી આવી, તૂટી ચૂક્યા છે હાડકાં; જુઓ તસવીરો

Next Article

બેડ પર સૂતી હતી મહિલા, ત્યારે જ ફેણ ફેલાવી પહોંચ્યા નાગરાજ- વીડિયો જોઇ તમારા હોંશ ઉડી જશે

error: Protected Content!