4 જ વર્ષમાં આ શેરે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ…માત્ર એક જ વર્ષનું 1800% ટકા રિટર્ન

ભાઈ ભાઈ, પારસનો પથ્થર નિકળ્યો આ શેર, 1 વર્ષમાં 1800% ટકાનું રિટર્ન, ઇન્વેસ્ટરો ગાડી બંગલા લઇ લે એટલા માલામાલ

આ દિવસોમાં ઘણી કંપનીઓના શેર બમ્પર રિટર્ન આપી રહ્યા છે. ઘણા શેરોએ તો 6 મહિનાથી ઓછા સમયમાં પણ રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે. ઘણા શેરોએ રોકાણકારોને મલ્ટિબેગર વળતર આપ્યું છે. આજે અમે તમને એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ, જેણે માત્ર 4 વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા. આ શેરનું નામ છે ઈન્ટીગ્રેટેડ ઈન્ડસ્ટ્રીઝ લિ (Integrated Industries Ltd).

ઇન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરે એક વર્ષમાં રોકાણકારોને 1,845.02 ટકા વળતર આપ્યું છે. એક વર્ષ પહેલા ઈન્ટીગ્રેટેડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરનો ભાવ 33.80 હતો, અને એક વર્ષમાં આ શેરે રોકાણકારોને 1800 ટકાથી વધુ વળતર આપ્યું છે. એક વર્ષના ગાળામાં આ કંપનીનો સ્ટોક 621.25 રૂપિયા વધીને 655.05 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. 29 માર્ચ, 2019ના રોજ કંપનીના શેર 1.46ના સ્તરે હતા.

5 વર્ષમાં આ કંપનીના શેરોએ રોકાણકારોને 44,766.44 ટકા વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે આ સ્ટોકમાં 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેના 44,76,600 રૂપિયા થઈ ગયા હોત. ત્યાં જો કોઇએ 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે હાલ કરોડપતિ બની જતો. કંપની ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન અને ખાદ્ય ઉત્પાદનોના વેપાર સાથે સંકળાયેલી છે.

હાલમાં કંપનીનું ફોકસ મુખ્યત્વે આ બે સેગમેન્ટ પર છે. ફૂડ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગનું કામ તેની સબ્સિડરી કંપની Nurture Well Foods Pvt. Ltd ની દ્વારા કરવામાં આવે છે. આ કંપની બિસ્કિટના ઉત્પાદન સાથે સંકળાયેલી છે.

Shah Jina