4 વર્ષમાં 55000%ની તોફાની તેજી, રોકાણકારોના ત્યાં પૈસાનો વરસાદ- આ સ્ટોક છે તમારી જોડે? જલ્દી ચેક કરો
સોલર પાવર કંપની રિન્યુએબલ ટેક્નોલોજીજના શેરોમાં સોમવારે જબરદસ્ત તેજી આવી. કંપનીના શેર સોમવારે 5 ટકાની અપર સર્કિટ સાથે 6433.35 રૂપિયા પર પહોંચ્યા હતા, જ્યારે બુધવારના રોજ 7,089 પર પહોંચ્યા હતા. વારી રિન્યુએબલ (Waaree Renewable) ના શેરોમાં આ ઉછાળો તેને એક મોટો ઓર્ડર મળવાને કારણે આવ્યો છે.
કંપનીને 1401 કરોડનો ઓર્ડર મળ્યો છે, વારી રિન્યુએબલ ટેક્નોલોજીજના શેર છેલ્લા 4 વર્ષમાં 55000 ટકાથી પણ વધારે વધ્યા છે. વારી રિન્યુએબલે જણાવ્યુ કંપનીને 300 મેહાવોટ એસી કેપેસિટીના ISTS કનેક્ટેડ ગ્રાઉંડ માઉંટેડ સોલર પીવી પ્રોજેક્ટના એન્જીનિયરિંગ, પ્રેક્યોરમેંટ એન્ડ કંસ્ટ્રક્શન (EPC) વર્ક માટે લેટર ઓફ ઇંટેંટ (LOI) મળ્યુ છે.
આ પ્રોજેક્ટમાં લૈંડ ડેવલોપમેન્ટનું કામણ પણ સામેલ છે. સાથે 3 વર્ષ માટે ઓપરેશન એન્ડ મેંટીનેંસ સર્વિસનું પણ કામ છે. આ પ્રોજેક્ટને ફાઇનેંશિયલ વર્ષ 2025-26માં પૂરો કરવાનો છે. વારી રિન્યુએબલના શેરોમાં છેલ્લા 4 વર્ષમાં તોફાની તેજી આવી છે. કંપનીના શેર છેલ્લા 4 વર્ષમાં 55745 ટકા વધ્યા છે. વારી રિન્યુએબલના શેર 6 માર્ચ 2020ના રોજ 11.52 રૂપિયા પર હતા, જે 4 માર્ચ 2024ના રોજ 6433.35 રૂપિયા પર પહોંચ્યા હતા.
છેલ્લા ત્રણ વર્ષમાં વારી રિન્યુએબલના શેરોમાં 16230 ટકાથી પણ વધારે તેજી આવી છે. કંપનીના શેર આ અવધિમાં 39.35 રૂપિયાથી વધી 6433.35 રૂપિયા પર પહોંચ્યા હતા. છેલ્લા એક વર્ષમાં વારી રિન્યુએબલના શેરોમાં 921 ટકા તેજી આવી છે. જ્યારે 6 મહિનામાં કંપનીના શેર 400 ટકા વધ્યા છે. તેમજ છેલ્લા એક મહિનામાં 45 ટકાની નજીક તેજી આવી છે.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)