ચોરનો બાઈક ચોરી કરવાનો આ જુગાડ જોઈને તમે પણ માથું ખંજવાળવા લાગશો, 1 જ મિનિટમાં બુલેટનું લોક ખોલી અને સ્ટાર્ટ કરી દીધું, જુઓ વીડિયો

આપણા દેશમાં જુગાડુ લોકોની કોઈ કમી નથી, તમને ખૂણે ખૂણે જુગાડ કરતા લોકો મળી જશે, પરંતુ ઘણીવાર ઘણા લોકો એવા જુગાડ પણ કરતા હોય છે જે જોખમ કારક પણ હોય છે. ઘણા એવા શાતીર ચોર હોય છે જેઓ ચોરી કરવા માટે એવો અનોખો જુગાડ વાપરે છે કે તે જોઈને આપણે પણ માથું ખંજવાળતા રહી જઈએ.

સોશિયલ મીડિયામાં આવા જુગાડ અને જુગાડુ ચોરના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે. એવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ચોર  માત્ર એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં બુલેટનું લોક તોડી અને ચાલુ કરતો જોવા મળી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસે એક ચોરને પકડ્યો છે અને તેને બાઈક કેવી રીતે ચોરી કર્યું તેનો ડેમો બતાવી રહ્યા છે, ત્યારે ચોર પહેલા બુલેટની સીટ ઉપર બેસે છે અને એક હાથે બુલેટનું હેન્ડલ પકડીને તેના પગથી લાત મારી તે બુલેટનું સ્ટેરીંગ લોક ખોલી નાખે છે. આ જોઈને પોલીસકર્મીઓ પણ હેરાન રહી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જેના બાદ બુલેટ ચાલુ કરવાનું કહેતા તે બુલેટના સ્ટેરીંગ પાસે રહેલા વાયરને કાપી નાખે છે અને એક વાયર સાથે જોડીને તે બુલેટને માત્ર ગણતરીના સમયમાં જ ચાલુ પણ કરી દે છે, આ જોઈને પોલીસ અને આસપાસના લોકો પણ ચોંકી ઉઠે છે, આ ચોર એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં બાઈકને સ્ટાર્ટ કરી દે છે. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને લોકો પણ હેરાનીમાં છે.

Niraj Patel