શનિદેવના મંદિરમાં ચોરી કરવા ઘુસેલા ચોરને શનિદેવે જ આપી દીધી સજા, લોકો માની રહ્યા છે ન્યાયના દેવતા શનિદેવનો સાક્ષાત્કાર, જુઓ વીડિયો

જુઓ વીડિયો: મંદિરમાં ચોરી કરવા ઘુસેલા ચોરને ભગવાને આપી સજા, લોકો માની રહ્યા છે ન્યાયના દેવતા શનિદેવનો સાક્ષાત્કાર

શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શનિદેવ ન્યાય પ્રિય દેવતા છે, અને તે માણસને તેના કર્મો અનુસાર સજા આપે છે. પરંતુ એક ઘટના એવી બની છે જેમાં શનિદેવનો સાક્ષાત્કાર જોવા મળ્યો છે.

છત્તીસગઢમાં આવેલા કોરબા પાવર હાઉસ સ્થિત શનિદેવ મંદિરમાં બે ચોર ચોરી કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન જ એક ચોરનો હાથ દાન પેટીમાં ફસાઈ ગયો. ચોરે દાનપેટીમાંથી હાથ બહાર કાઢવાના ખુબ પ્રયત્નો કર્યા. પરંતુ તેનો હાથ બહાર ના નીકળ્યો.

આ બધા વચ્ચે જ પૂજારીનો પરિવાર ચોરનો અવાજ સાંભળી જાગી ગયા. તેમને ચોરોને મંદિરની અંદર જોઈ લીધા. ત્યારબાદ પુજારી બૂમો પાડવા લાગ્યા અને તેમનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા. લોકોએ દાન પેટી તોડી અને ચોરના હાથને બહાર કાઢ્યા બાદ તેમને પોલીસને સોંપી દીધા.

આ ઘટના નવનિર્મિત મંદિરમાં સમોવરની સવારે બે ચોર ઘુસ્યા અને દાનપેટીમાંથી પૈસા કાઢવા માટે આ લોકોએ પહેલા મંદિરનું તાળું તોડી નાખ્યું અને જયારે દાન પેટીમાં હાથ નાખીને પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો તો એકનો હાથ દાન પેટીમાં ફસાઈ ગયો, બંને ચોરોએ મળીને હાથ બહાર કાઢવા માટેના ખુબ પ્રયત્નો કર્યા પરંતુ તે સફળ ના થઇ શક્યા.

પોલીસના જણાવ્યા પ્રમાણે મંદરીમાં ચોરી કરવાના ઈરાદાથી બે ચોર ઘુસ્યા હતા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસની પુછપરછમાં બંનેએ પોતાનો ગુન્હો પણ કાબુલી લીધો છે. બંને આરોપીઓ બાલકોના રહેવાસી છે અને ઘણી જગ્યાએ ચોરીની વારદાતને અંજામ આપી ચુક્યા છે. હાલમાં બંને પાસે અન્ય ચોરીના મામલા વિશેની પુછપરછ કરવામાં આવી રહી છે.

તો આ ઘટના વિશે મંદિરના પુજારીએ જણાવ્યું હતું કે બંને ચોરે મંદિરમાં રાખેલા ત્રિશુલને તોડીને ઝાડુ ફસાવીને દાનપેટીમાંથી પૈસા ચોરવાનો પ્રયત્ન કર્યોહતો . આ દરમિયાન જ તેમનો એક હાથ દાન પેટીમાં ફસાઈ ગયો. એવામાં આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા અને કહ્યું કે, “જૈસી કરની વૈસી ભરની… મંદિરમાં ચોરી કરવા આવ્યા હતા ભગવાને સજા આપી દીધી.”

આ ઘટનાનો વીડિયો પણ કોઈ સ્થાનિક દ્વારા મોબાઈલમાં કેદ કરી લેવામાં આવ્યો હતો, જે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જુઓ કેવી હાલત થઇ હતી ચોરની…

Niraj Patel