વાસ્તુ ટિપ્સ: ઘરની આસપાસ જો આ વસ્તુઓ હશે તો ક્યારેય નહીં થાય તમારા ઘરમાં પ્રગતિ, છીનવી લે છે ઘરની સુખ શાંતિ

આજે મોટાભાગના માણસો તકલીફોનો સામનો કરી રહ્યા છે. વળી કોરોના કાળમાં ઘણા માણસો આર્થિક રીતે પણ પાયમાલ બની ગયા છે. ઘણા લોકો આ બધા માટે તેમની કિસ્મતને પણ દોષ આપતા હોય છે. પરંતુ જ્યોતિષ અને કેટલીક માન્યતાઓના આધાર ઉપર આપણે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી બને છે. એવું કહેવાય છે કે આપણા ઘરની આસપાસ રહેલી કેટલીક વસ્તુઓ પણ આપણી પ્રગતિની અવરોધે છે અને તેના કારણે ઘરની સુખ શાંતિનો પણ નાશ થાય છે. તો ચાલો જાણીએ એવી કઈ કઈ વસ્તુઓ છે.

1. મંદિર:
મોટાભાગના લોકો એવું ઈચ્છે છે કે તેમનું ઘર મંદિરની આસપાસ હોય. પરંતુ વાસ્તુ શહસ્ત્ર અનુસાર મંદિરનો પડછાયો જ્યાં સુધી પડતો હોય ત્યાં સુધી ક્યારેય ઘર ના લેવું જોઈએ, જેનાથી ઘરની પ્રગતિ અટકે છે.

2. ડાન્સ અને મ્યુઝિક ક્લાસ:
જે જગ્યાએ ડાન્સ અને મ્યુઝિક શીખવવામાં આવે છે તે જયારે બની શકે તો ક્યારેય ઘર ના લેવું જોઈએ. અહીંયા થવા વાળા દિવસ રાતના અવાજના કારણે ઘરના વૃદ્ધ અને બીમાર સદસ્યોને તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

3. ઘરની સામે થાંભલો અથવા મોટું વૃક્ષ:
ક્યારેય પણ એવું ઘર ના લેવું જોઈએ જેની એકદમ સામે વીજળીનો થાંભલો અથવા તો ઘરથી પણ ઊંચું ઝાડ હોય. આ ઘરના સદસ્યોની પ્રગતિમાં અવરોધરૂપ બની શકે છે. ઘરની સામે કાંટાદાર કે પછી વૃક્ષના મૂળ અને થડમાંથી દૂધ નીકળવા વાળા ઝાડ પણ અશુભ માનવામાં આવે છે. આવા વૃક્ષના કારણે રોજ ઘરમાં ઝઘડા થાય છે.

4. બાર-અને જુગારઘર:
દારૂની દુકાન હોય કે પછી હુક્કાબાર કે પછી જુગાર ઘર. આવી જગ્યાઓ ઉપર અપરાધિક-તામસિક પ્રવૃત્તિના લોકો રહે છે. જો ઘરની પાસે આવી જગ્યા હોય તો તમે ત્યાં આવવા જવા વાળા લોકોની નકારાત્મકતાનો શિકાર બની શકો છો. આ વસ્તુઓ તમારા ઘર ઉપર ક્યારેય પણ સંકટ લાવી શકે છે.

5. વધુ અવાજ કરનારી ફેકટરીઓ:
ઘરની બહાર થતા અવાજના કારણે ઘરની અંદર રહેતા સદસ્યો ઉપર પણ તેનો પ્રભાવ પડે છે. ઘરના વૃદ્ધ વડીલો, બીમાર લોકો અને બાળકોના શિક્ષણ કાર્યમાં આ બહારી અવાજનો પ્રભાવ જોવા મળે છે જેના કારણે ગેરેજ, ફેક્ટરી, કારખાનું કે કોઈપણ એવું સેટઅપ જ્યાં મોટા અવાજો થતા હોય ત્યાં ઘર ક્યારેય ના લેવું.

6. નોનવેજની દુકાન:
જો તમે માંસાહારનું સેવન કરતા હોય તો પણ નોનવેજની દુકાન પાસે ઘર લેવું તમારા માટે ખરાબ બની શકે છે. આવી દુકાનથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે અને ઘરની આર્થિક પ્રગતિ પણ અવરોધાય છે તેમજ ઘરમાં શાંતિ પણ ક્યારેય નથી આવતી.
(નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જ્ઞાન અને માન્યતાઓના આધાર ઉપર છે. ગુજ્જુરોક્સ તેની પુષ્ટિ નથી કરતું.)

Niraj Patel