2 રૂપિયાથી 85 રૂપિયા પાર પહોંચ્યો આ શેર, 4200% ની તોફાની તેજી – તમારી પાસે આ શેર છે કે નહિ? નીચે ચેક કરો

ઇલેક્ટ્રિક વ્હિકલ (EV) ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રદાન કરતી કંપની સર્વોટેક પાવર સિસ્ટમ્સના શેરમાં તીવ્ર વધારો થયો છે. મંગળવારે કંપનીનો શેર 5%ના ઉછાળા સાથે 85.50 પર પહોંચ્યો હતો. કંપનીના શેર સતત બીજા દિવસે અપર સર્કિટ પર છે. 3 એપ્રિલ એટલે કે બુધવારના રોજ આ શેર 89 રૂપિયા પર પહોંચ્યો. સર્વોટેક પાવર સિસ્ટમ્સે નવીન EV ચાર્જિંગ તકનીકો માટે Electra EV સાથે ભાગીદારી કરી છે.

સર્વોટેક પાવર સિસ્ટમ્સના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 108.70 છે અને 52 સપ્તાહનું નીચલું સ્તર 17.53 રૂપિયા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સર્વોટેક પાવર સિસ્ટમ્સના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. 4 નવેમ્બર 2021ના રોજ કંપનીના શેર 1.99 પર હતા. સર્વોટેક પાવર સિસ્ટમ્સના શેર 2 એપ્રિલ 2024ના રોજ 85.50 પર પહોંચી ગયા.

આ સમયગાળા દરમિયાન કંપનીના શેર લગભગ 4200% વધ્યા છે. જો કોઈ વ્યક્તિએ 4 નવેમ્બર 2021ના ​​રોજ સર્વોટેક પાવર સિસ્ટમ્સના શેરમાં 1 લાખનું રોકાણ કર્યું હોત તો તે રોકાણની કિંમત આજે 42.96 લાખ હોત. છેલ્લા એક વર્ષમાં સર્વોટેક પાવર સિસ્ટમ્સના શેરમાં 353%નો ઉછાળો આવ્યો છે.

3 એપ્રિલ 2023ના રોજ કંપનીના શેર 18.90 પર હતા. છેલ્લા 2 વર્ષમાં સર્વોટેક પાવર સિસ્ટમ્સના શેરમાં જબરદસ્ત 819%નો વધારો થયો છે. 1 એપ્રિલ, 2022ના રોજ કંપનીના શેર 9.31 પર હતા અને 2 એપ્રિલ 2024ના રોજ 85.50 પર પહોંચી ગયા. આ શેરે રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યુ છે.

(Disclaimer: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતાં પહેલાં એડવાઇઝર સાથે ચર્ચા કરી લો. તમને કોઇપણ પ્રકારના લાભ અથવા નુકસાન માટે GujjuRocks જવાબદાર રહેશે નહી.)

Shah Jina