The bride slept in the wedding hall : હાલ દેશભરમાં લગ્નની માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. આવા ઘણા વીડિયોની અંદર લગ્નની અંદર કેટલીક એવી ક્ષણો પણ જોવા મળે છે જે ભાવુક કરી દે છે તો કેટલીક પેટ પકડીને હસવા માટે પણ મજબુર કરી દેતી હોય છે. ત્યારે હાલ પણ એક એવો જ વીડિયો સામે આવ્યો છે. જેને યુઝર્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને થોડીવારમાં જ આ વીડિયો લાખો લોકોએ જોઈ લીધો.
મંડપમાં બેઠા બેઠા સુઈ ગઈ કન્યા :
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં વર-કન્યા લગ્નમંડપમાં બેઠા છે. કન્યા બેઠા બેઠા જ સુવા લાગે છે. આ જોઈને વરરાજા તેને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે. તે નમ્રતાથી અને પ્રેમથી દુલ્હનને કોઈપણ મુશ્કેલી વિના જગાડવા માટે કહે છે. આ પછી કન્યા જાગે છે. લોકોને વરરાજાની આ હરકત ખૂબ જ રમુજી લાગી રહી છે. આ વીડિયોને @futra_baisa_banna1 નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 2 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
લાખો લોકોએ જોયો વીડિયો :
લોકો ફની વીડિયો પણ શેર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે આવો વીડિયો સામે આવ્યો હોય. આ પોસ્ટ પર લોકો પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે. વાયરલ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘મારી સાથે પણ આવું થયું છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘ખૂબ જ ફની વીડિયો.’ તે જ સમયે, એક યુઝરે લખ્યું, ‘આવા સમયે વ્યક્તિને ઊંઘ આવે છે.’3
View this post on Instagram