ખબર મનોરંજન

આ અભિનેતાએ તેની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ માટે 22 વર્ષના લગ્ન તોડી દીધા, જાણો

સહેલીથી બની ગઈ સોતન…જુઓ તસવીરો

હિમેશ રેશમિયા બોલિવુડના ટેલેન્ટેડ કંપોઝર્સમાંના એક છે તેમણે તેના કરિયરમાં ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે. હિમેશ જેટલા તેમના ગીતો માટે જાણીતા છે તેટલા જ તે તેમના પર્સનલ જીવન માટે પણ જાણીતા છે. હિમેશે 2018માં મશહૂર ટીવી અભિનેત્રી સોનિયા કપૂર સાથે બીજા લગ્ન કર્યા હતા. એવું કહેવામાં આવે છે કે, હિમેશ અને સોનિયા લગ્ન પહેલા લગભગ 12 વર્ષ રીલેશનમાં રહ્યા હતા.

Image Source

હિમેશના લગ્ન 1994માં કોમલ સાથે થયા હતા. 2005માં આ કપલ અલગ રહેવા લાગ્યા. જેનું કારણ હિમેશ અને સોનિયાનું એકસ્ટ્રા મૈરિટલ અફેયર હતું. નોંધનીય છે કે, કોમલે તલાક વખતે વાતચીતમાં જણાવ્યુ હતુ કે, તે અને હિમેશ એકબીજાની રિસ્પેક્ટ કરે છે. અને તેમણે બંનેએ સાથે મળીને એ નિર્ણય કર્યો હતો. અમારા બંને વચ્ચે હંમેશા રિસ્પેકટ રહેશે અને અમે બંને એકબીજાના પરિવારનો હિસ્સો રહીશું.

Image Source

હિમેશ રેશમિયાની બીજી પત્નિ સોનિયા કપૂરની વાત કરવામાં આવે તો, તે એક ટીવી અભિનેત્રી છે. તે ઘણા શોમાં નજરે પડી ચૂકી છે. સોનિયાએ તેના કરિયરની શરૂઆત મુંબઇમાં એક ફાઇનાન્સ કંપનીમાં સેક્રેટરીથી કરી હતી અને ટીવી પર તે સૌપ્રથમ ધારાવાહિક ઔરતમાં નજરે પડી હતી. વર્ષ 2006માં હિમેશ અને સોનિયાના અફેરે મીડિયામાં ઘણી હેડલાઇન્સ બનાવી હતી.

Image Source

મીડિયા રીપોર્ટસ અનુસાર, સોનિયા અને હિમેશની પહેલી પત્નિ કોમલ બંને સારા ફ્રેન્ડ્સ હતા પરંતુ સમય જતા આ દોસ્તી સોતનમાં પરિવર્તિત થઇ ગઇ. એવું કહેવામાં આવે છે કે, સોનિયા કપૂર હિમેશની પહેલી ફેમિલી ફ્રેન્ડ હતી અને આ જ કારણથી તે પરિવારમાં બધા સાથે વાત કરતી હતી. કોમલથી સોનિયાની સારી બોન્ડિંગ હતી.

Image Source

હિમેશ રેશમિયાએ કોમલને વર્ષ 2007માં તલાક આપ્યો અને બંનેના લગ્ન 22 વર્ષ ચાલ્યા હતા. હિમેશ અને કોમલને એક દીકરો છે જે કોમલની સાથે રહે છે. તલાક બાદ કોમલે કહ્યુ હતુ કે, તલાક માટે કોઇ ત્રીજાને જવાબદાર ન ઠેરવવું જોઇએ. અમારા લગ્નમાં કંઇ બચ્યુ ન હતુ જેને કારણે અમે અલગ થવાનો નિર્ણય કર્યો.