થાઇલેન્ડ તરફથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. થાઇલેન્ડનું વિમાન અચાનક સમુદ્ર ઉપર ક્રેશ થઇ ગયું. આ વિમાનમાં 6 પોલીસકર્મીઓ હતા. વિમાન દુર્ઘટનામાં તમામ પોલીસકર્મીઓ દુ:ખદ મૃત્યુ થયા છે. આ અકસ્માતને કારણે આખા વિસ્તારમાં અફરા તફરીનું વાતાવરણ છવાઈ ગયું છે.આ ઘટના થાઇલેન્ડના પ્રખ્યાત બીચ ટાઉનની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીં એક નાના પોલિસનું પ્લેન દરિયાની ઉપર ઉડી રહ્યું હતું.
તયારે જ પ્લેન અચાનક ક્રેશ તાઈ ગયું. આ વિમાન દુર્ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વિમાન દુર્ઘટનાનો વિસફોટ ખબૂ જ દૂર દૂર સુધી સંભાળ્યો હતો.મીડિયા અહેવાલો અનુસાર, 25 એપ્રિલના રોજ સવારે 8: 15 વાગ્યે આ અકસ્માત થયો હતો. થાઇલેન્ડના ફેચબુરી પ્રાંતમાં સીએચએ-એમ રિસોર્ટ નજીક સમુદ્રમાં વિમાન દુર્ઘટના જોવા મળી છે. આ ઘટના વિશેની માહિતી પ્રાપ્ત કર્યા પછી તરત જ સીએચએ-એમ પોલીસ સ્ટેશન અને હુઇ સાંઇ તાઈનું પેટ્રોલ યુનિટ સ્થળ પર પહોંચ્યું.
પોલીસ બ્લેક બોક્સ દ્વારા અકસ્માતનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે.જણાવી દઈએ કે આ વિમાનમાં, આપાતકાલીન સંજોગો માટે અધિકારીઓને પેરાશૂટ તાલીમ આપવામાં આવી રહી હતી. દરમિયાન, અચાનક આ વિમાનનું સંતુલન બગડી ગયું અને વિમાન સમુદ્રમાં તૂટી પડ્યું હતું. વિમાનના પાડવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.અકસ્માત વિશે માહિતી આપતા સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે અહીં વિમાન ક્રેશ વિશેની માહિતી મળી છે.
જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે વિમાન જમીનથી 100 મીટરના અંતરે સમુદ્રમાં પડ્યું. ઉંચાઈ ઉપરથી પાડવાના કારણે પ્લેન 2 ભાગમાં વેહચાઈ ગયું હતું. આ વિમાનમાં હાજર 5 પોલીસ અધિકારીઓ સ્થળ પર મૃત્યુ પામ્યા હતા. એક પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
JUST IN: Police plane crashes in southern Thailand, killing all 6 police officers on board pic.twitter.com/3T0ZXi1nGH
— BNO News Live (@BNODesk) April 25, 2025


