‘મેરે બોયફ્રેન્ડ સે ગુલુ ગુલુ કરેગી તો ઠોકુંગી ના…’ જ્યારે BFને લઇને બે છોકરીઓએ રસ્તા વચ્ચે જ એકબીજા પર વરસાવ્યા થપ્પડ- જુઓ વીડિયો

‘એ મારો બોયફ્રેન્ડ છે…ના-ના એ મારો છે…હવે તેની આસપાસ પણ ના ફરતી…તુ મારુ બ્રેકઅપ કરાવવા માગે છે અને પોતે તેને મેળવવા માગે છે…’ આમ કહીને એક છોકરીએ રસ્તાની વચ્ચે બીજી છોકરી પર હુમલો બોલી દીધો. આ ઉપરાંત વાળ પકડીને માર પણ મારવાનું શરૂ કર્યું. જો કે આ દરમિયાન એક બિચારો બોયફ્રેન્ડ 50 મીટર દૂર ઊભો રહી તમાશો જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે મારે આ બેમાંથી કોને અપનાવી. બંને મારા માટે લડી રહ્યા છે.

આ મામલો ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનનો છે. અહીંનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે છોકરીઓ રસ્તા વચ્ચે ઝઘડતી અને થપ્પડો વરસાવતી જોવા મળે છે. બંને છોકરીઓ વચ્ચેની લડાઈ એક જ છોકરા પર પોતાનો હક જમાવવાની હતી. બંને યુવતીઓ કહી રહી હતી કે તે મારો બોયફ્રેન્ડ છે, જ્યારે બિચારો બોયફ્રેન્ડ 50 મીટર દૂર ઉભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. એક છોકરીએ તો બીજી છોકરીને રસ્તા પર ફેંકી દીધી અને તેને માર માર્યો, તેના વાળ પણ ખેંચ્યા અને અહીં સુધી કે તેને પગથી પણ મારી.

આ દરમિયાન એક યુવતીની સાથે આવેલી યુવતી સ્કૂટર પર બેસીને તેનો મોબાઈલ વાપરવામાં મશગૂલ જોવા મળી. તેણે આ બંનેને છોડાવવાનો પ્રયાસ પણ ના કર્યો. જો કે થોડી જ વારમાં ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું, જ્યારે લોકોએ તેમને છોડાવવાનો પ્રયાસ કર્યો તો પણ બંને એકબીજા સાથે લડતા રહ્યા. કોઈક રીતે લોકોએ બંનેને શાંત કર્યા. આ દરમિયાન એક મહિલા પણ ત્યાં પહોંચી અને બંનેને સાંત્વના આપી.

જો કે આ દરમિયાન કોઈએ બંને યુવતીઓ વચ્ચેની લડાઈનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. ત્યારે વીડિયો વાયરલ થયા બાદ લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું- અરે લડવું કેમ છે, જો તારો હોત તો આ દિવસ તને ન બતાવત, આ બધુ ના કર અને પોતાના બોયફ્રેન્ડને જ છોડી દે. બીજાએ લખ્યું- બોયફ્રેન્ડ યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યારે એક વ્યક્તિએ લખ્યું – તે બે-બે ફરાવી રહ્યો છે અને પાછળ આ લોકો લડી રહ્યા છે. વાહ, આજની પેઢી. અન્ય એકે લખ્યું- વીડિયો બનાવનાર વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર.

Shah Jina
error: Unable To Copy Protected Content!