ચહેરાની સ્કિન સંવેદનશીલ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સ્કિન સ્પેશિયાલિસ્ટ પણ ચહેરા પર કોઈપણ પ્રકારનું ટેટૂ કરાવવાની ભલામણ ક્યારેય કરતા નથી. કપાળ એ ચહેરાનો એક અભિન્ન અંગ છે. આવી સ્થિતિમાં, ત્યાં ટેટૂ કરાવવું એ ખૂબ જ પીડાદાયક અનુભવ છે. જો કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ તેના કપાળ પર ટેટૂ કરાવવા માટે એક ટેટૂ આર્ટિસ્ટ પાસે ગયો.
જ્યારે તેના કપાળ પર ટેટૂ મશીન ફરે છે ત્યારે તે પરેશાન થઈ જાય છે. તે આર્ટિસ્ટને કહે છે કે ભાઈ આવી રીતે તો નહિ શક્ય થાય. આ પછી તે નશો કરે છે જે બાદ તે ખુશીથી પોતાના કપાળ પર ટેટૂ કરાવે છે. જો કે જેવો જ નશો ઉતરે છે કે તરત જ તે પોતાની ભૂલ સુધારવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તો પણ કેટલીક કસર રહી જાય છે. લોકો હવે આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે.
ટેટૂ આર્ટિસ્ટ પાસે માથા પર ટેટૂ કરાવવા પહોંચેલ વ્યક્તિ મશીનને જોઈને થોડો અસહજ થઈ જાય છે અને તેને કહે છે કે ભાઇ એક પેગ મારવો પડશે. આ વ્યક્તિ ખરેખર નશો કરે છે અને પછી કપાળ પર ટેટૂ બનાવડાવે છે. આ 20 સેકન્ડની ક્લિપમાં નશામાં ધૂત વ્યક્તિ કપાળ પર ટેટૂ બનાવડાવતો જોવા મળે છે. જો કે પછી તેને ખ્યાલ આવે છે કે તેણે એક ભૂલ કરી છે.
View this post on Instagram
આ પછી તે વ્યક્તિ પોતાની ભૂલ સુધારે છે અને ટેટૂ હટાવડાવે છે. આ વીડિયો @sukhvender_sangwan નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો છે, જેને 1 કરોડ 20 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો પર એક યુઝરે લખ્યુ- 16 દૂની 8, ભાઇ હમારા જાટ !
View this post on Instagram