આ છોકરીને જૂના iPhoneના મળી રહ્યા છે એટલા બધા રૂપિયા કે તેમાં તો આવી જાય 20 iPhone -14, જાણો કારણ

જેટલામાં આવી જાય એક કાર, એટલા પૈસા આપી લોકો ખરીદવા માગે છે આ મહિલાનો જૂનો આઇફોન, પણ કેમ ?

મોટાભાગે એવું બને છે કે જ્યારે લોકો પાસે પૈસા નથી હોતા ત્યારે તેઓ કામ ચલાવવા માટે સેકન્ડ હેન્ડ વસ્તુઓ ખરીદે છે. પરંતુ તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. એક મહિલાએ પોતાનો જૂનો આઈફોન વેચવા માટે ફેસબુક પર પોસ્ટ કરી છે, જેને ખરીદવા માટે લોકો લાખો રૂપિયા ચૂકવવા તૈયાર છે. છેવટે, તે iPhoneમાં શું ખાસ છે, ચાલો જાણીએ.

થાઈલેન્ડની 26 વર્ષીય મોડલ કનોક્યાદા ‘કા-નાન’ જીતમપોને ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે તે તેનો જૂનો iPhone 12 Pro Max વેચવા માંગે છે. આ પછી, તેણે તેની પોસ્ટમાં એમ પણ કહ્યું કે જે વ્યક્તિ તેનો જૂનો ફોન ખરીદશે તેને તેના ફોટાનું કલેક્શન પણ મળશે. અહીં ઓફર સાંભળ્યા પછી જ લોકો તે સેકન્ડ હેન્ડ ફોન ખરીદવા માટે લાખો ચૂકવવા સંમત થયા છે. એક યુઝરે મહિલાનો જૂનો iPhone 12 Pro Max ખરીદવા માટે 8 લાખ 60 હજાર રૂપિયા સુધી ચૂકવવાની ઓફર કરી છે.

ફેસબુક પર પોસ્ટ શેર કરીને મોડલે જણાવ્યું કે તે જૂના iPhone 12 Pro Max વેચીને નવો iPhone 14 Pro Max 128GB ખરીદવા માંગે છે. જે વ્યક્તિ તેનો જૂનો ફોન ખરીદશે તેને તેની તસવીરોનો સંગ્રહ પણ મળશે. આ પોસ્ટ પર અત્યાર સુધીમાં 71 હજારથી વધુ લાઈક્સ અને 2.2 હજાર શેર મળી ચૂક્યા છે. થાઈલેન્ડની 26 વર્ષની મોડલે જણાવ્યું કે તેના જૂના iPhoneમાં લગભગ 30,000 ફોટા અને 4,000 વીડિયો છે, જે તે ખરીદનારને મશશે.

જ્યારથી આ પોસ્ટ વાઈરલ થઈ છે, લોકો તેને આ ફોનના બદલામાં લાખો આપવા તૈયાર થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ મોડલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. લગભગ 1,696,405 લોકો તેને ફેસબુક પર ફોલો કરે છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. ઘણા ચાહકોએ મોડલની પોસ્ટ પર કોમેન્ટ કરીને ફોનની કિંમત જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો.

કેટલાકે તો તેને ફોનની હરાજી કરાવવાની સલાહ પણ આપી હતી. મોડલે જણાવ્યું કે, પોસ્ટ કર્યા બાદ લગભગ 3 હજાર લોકોએ તેને મેસેજ કરીને ફોનની કિંમત પૂછી હતી. એક ફેને તો તેને 8 લાખ 60 હજાર રૂપિયાની ઓફર પણ કરી હતી. પરંતુ હજુ સુધી મોડલે નક્કી નથી કર્યું કે ફોન કોને આપવો.

Shah Jina