ભારતીય આર્મી સેનાની વર્દીથી આકર્ષિત થઇ TCSમાં નોકરી છોડી અને બની ગઇ ભારતીય સેનાની પહેલી પ્રાદેશિક મહિલા અધિકારી, જાણો કહાની

આજની બેસ્ટ સ્ટોરી: ભારતીય સેનાની પહેલી પ્રાદેશિક મહિલા અધિકારી

મનમાં જો કંઇ કરવાનુ જુનૂન હોય તો કોઇ પણ નામુમકિન કામ થઇ જાય છે. માણસમાં બસ કંઇક કરવાનુ જૂનુન અને લગન હોવી જોઇએ. તો તે કંઇ પણ કરી શકે છે. આ વાતને આજની ભારતીય નારી ઘણી સારી રીતે સાબિત કરે છે.

આજની ભારતીય મહિલા પુરુષો સાથે ખભાથી ખભો મળાવીને આગળ વધી રહી છે. આજે અમે તમને એક એવી જાબાંજ મહિલા વિશે જણાવીશુ જેમને એઈઈ પ્રોડ્કશન ક્ષેત્રમાં ટેરિટોરિયલ આર્મીમાં અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેનું નામ શિલ્પી ગર્ગમુખ છે.

શિલ્પી ગર્ગમુખ દેશની પહેલી એવી મહિલા છે જેમણે ક્ષેત્રીય સેનામાં અધિકારીના રૂપમાં સામેલ કરવામાં આવ્યા. 5 ઓક્ટોબર 2016ના રોજ એઈઈ પ્રોડક્શનના ક્ષેત્રમાં ટેરિટોરિયલ આર્મીમાં અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

શિલ્પીને ભારતી બિલ્ડિંગ ઓએનજીસી દિલ્લીમાં એક ભવ્ય પાઇપિંગ સમારોહ આયોજિત કરી ટેરિટોરિયલ આર્મીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

આ અવસર પર ઓએનજીસી નિદેશકો અને વરિષ્ઠ ક્ષેત્રીય સેના અધિકારીઓની ઉપસ્થિતિમાં શિલ્પીને સીએમડી ડી.કે.સર્રાફ અને મેજર જનરલ સંજય સોઇએ પાઇપિંગ પહેરાવી તેનું સમ્માન કર્યુ હતુ.

શિલ્પી ગર્ગમુખે બિહારના કટિહારમાં નવોદય વિદ્યાલયમાં ધોરણ 10 અને 12માં ટોપ કર્યા બાદ બી.આઇ.ટી. સિંદરી ધનબાદના કેમિકલ એન્જીનિયરિંગમાં ડિગ્રી હાંસિલ કરી છે.

શિલ્પીએ હૈદરાબાદમાં ટીસીએસમાં નોકરી પણ કરી પરંતુ તેમણે જલ્દી જ નોકરી છોડી કારણ કે તે સેનાની ઓલિવ ગ્રીન વર્દીથી આકર્ષિત હતી.

Shah Jina