મંદિરના ઉત્સવમાં મોટી દુર્ઘટના, અચાનક જ 11 લોકોના મૃત્યુ થતા માતમમાં ફેરવાયો મહોત્સવ

તમિલનાડુમાં તંજાવુર જિલ્લામાં એક મોટો અકસ્માત થઇ ગયો છે જેમાં મંદિરનો રથ લાઈવ વાયરના સંપર્કમાં આવી ગયો હતો જેના કારણે 11 લોકોનું મોત થઇ ગયું છે અને અન્ય 15 લોકો ઘાયલ થયા છે. ઘટનાનું સૂચના મળતા જ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો વીજળીની ચપેટમાં આવ્યા છે તેમાં બાળકો પણ શામેલ હતા. પોલીસે કહ્યું કે ઘટના એ સમયે થઇ જયારે લોકો જે મંદિરની પાલકીની સાથે ઉભા હતા તે કાલીમેડુના અપ્પર મંદિરમાં એક હાઈ-ટ્રાન્સમિશન લાઈનના સંપર્કમાં આવી ગયું હતું જેના પછી તરત આગ લાગી ગઈ હતી.

અધિકારીઓએ કહ્યું કે ઉપરની બાજુ લાઈન સંપર્કમાં આવવાના કારણે મંદિરની પાલકીને પાછી લેતા સમયે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે જે લોકોનું મોત થયું છે તેમાં બે બાળકો શામેલ હતા જયારે ત્રણ લોકો ખરાબ રીતે દાઝી ગયા છે જેને ઈલાજ માટે તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

તિરુચિરાપલ્લી સેન્ટ્રલ ઝોનના ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ વી બાલકૃષ્ણનું કહેવું છે કે મામલાનો કેસ નોંધી લેવામાં આવ્યો છે અને શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં રથ પુરી રીતે ક્ષતિગ્રસ્ત જોવા મળી રહ્યો છે. રથ લાઈવ વાયર સાથે ચપેટમાં આવવાના કારણે આ અકસ્માત થયો હતો જેના કારણે રથ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે.

તેની તસવીરો પણ સામે આવી છે. તેમજ આ તહેવારની વાત કરીએ તો, તમિલનાડુમાં દર વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે. તેમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો તેમાં ભાગ લેતા હોય છે. આવી સ્થિતિમાં હવે લોકોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે કે ત્યાં લાઈવ વાયર કેવી રીતે આવ્યો અને કેવી રીતે રથ તેની ચપેટમાં આવ્યો જેના કારણે ઘણા લોકોના મોત થઇ ગયા.

જાણકારી પ્રમાણે આ 26 એપ્રિલના રોજ 94મોં અપ્પર ગુરુપુજાઇ ઉજવવામાં આવી રહ્યો હતો. કાર્યક્રમમાં આજુ બાજુ ઇલાકાના રહેવાસીઓ ખુબ મોટી સંખ્યામાં આવ્યા હતા. તે બધા લોકો રથની સાથે ગલીમાંથી નીકળી રહ્યા હતા તે દરમ્યાન રથ લાઈવ વાયરની ચપેટમાં આવી ગયો હતો. તે તમામ 11 લોકોના મોટ થઇ ગયા છે જે તેની ચપેટમાં આવ્યા હતા. 15 લોકો અકસ્માતમાં ઘાયલ થયા છે જેમનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે તેમાંથી 6 લોકોની હાલત ખુબ જ ગંભીર છે.

Patel Meet