ભૂલ અને ઉપરથી સીનાજોરી ! આ એક્ટ્રેસે રસ્તા પર કર્યો હંગામો, ટ્રાફિક પોલિસ સાથે કરી તૂ-તૂ મેં-મેં…

જગુઆર કાર સાઉથની હિરોઈને ટ્રાફિક ગાર્ડ સાથે કરી ઝપાઝપી, કપડાં ફાડ્યા, છીનવી લીધો ફોન; જુઓ વીડિયો

તેલુગુ એક્ટ્રેસ સૌમ્યા જાનૂનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, અને આ પછી તે અચાનક જ ચર્ચામાં આવી ગઇ. રસ્તા વચ્ચે ના માત્ર તેણે હંગામો કર્યો પરંતુ ટ્રાફિક પોલિસ સાથે તૂ-તૂ મેં-મેં કરી અને તેના કપડા ફાડી ફોન છીનવી લીધો. સૌમ્યા અને ટ્રાફિક પોલિસના આ ઘર્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોએ એક્ટ્રેસની આ હરકત માટે તેની ખૂબ આલોચના કરી. સૌમ્યા જાનૂ વિરૂદ્ધ પોલિસે આઇપીસી ધારા 353 અને 184 એમવીએ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

તેલુગુ એક્ટ્રેસ સૌમ્યા જાનૂ વિરૂદ્ધ કેસ દાખલ થવાની ખબરો આવી ત્યારે લોકોએ એ જાણવાનું શરૂ કર્યુ કે આખરે મામલો શું છે…સૌમ્યા અને ટ્રાફિક પોલિસ વચ્ચે આખરે કઇ વાતને લઇને ભિડંત થઇ ? જણાવી દઇએ કે, 24 ફેબ્રુઆરીએ સાંજે 8:24 વાગ્યે એક્ટ્રેસ હૈદરાબાદના બંજારા હિલ્સ વિસ્તારમાં ખોટા રસ્તા પર પોતાની જેગુઆર કાર ચલાવી રહી હતી. સૌમ્યાને ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમ તોડવા બદલ રોકી.

તેણે ભૂલ કરી, પરંતુ ટ્રાફિક પોલીસની સામે ભૂલ સ્વીકારવાને બદલે સૌમ્યા ગુસ્સે થઈ ગઈ. તેણે ગાર્ડ સાથે દુર્વ્યવહાર કર્યો અને ત્યાં હાજર લોકો દ્વારા આ મામલે દરમિયાનગીરી કરી તો પણ તે શાંત ન થઈ અને ચીસો પાડતી રહી. મામલો તો ત્યારે વણસ્યો જ્યારે તેણે ટ્રાફિક હોમગાર્ડ પર હુમલો કર્યો. ચોંકાવનારી વાત એ છે કે સૌમ્યાએ હોમગાર્ડના કપડા ફાડી નાખ્યા અને ફોન પણ છીનવી લીધો.

આ હુમલા બાદ ટ્રાફિક હોમગાર્ડે બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને હુમલાની સંપૂર્ણ વિગતો આપી. તેણે પુરાવા તરીકે રેકોર્ડ કરેલ વીડિયો પણ સોંપ્યો હતો. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. જ્યારે આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે લોકોએ સૌમ્યા જાનુ સામે કડક કાર્યવાહીની માંગ કરી.

Shah Jina