નવરાત્રીમાં 4,44,44,444 રૂપિયાથી આ માતાજીના મંદિરની કરવામાં આવી ભવ્ય સજાવટ, તો બીજા મંદિરને સજાવવામાં આવ્યું 5.16 કરોડથી

નવરાત્રીનો રંગ તેના અંતિમ દિવસો સુધી પહોંચી ગયો છે. આજે નવરાત્રીનું સાતમું નોરતું છે, અને ગરબા રસિકો શેરી ગરબામાં પોતાનો ઉત્સાહ ઠાલવી રહ્યા છે, દેશભરમાં શેરી ગરબાની સાથે સાથે માતાજીની ભવ્ય આરાધના પણ આ નવરાત્રીના દિવસોમાં કરવામાં આવી રહી છે. ત્યારે હાલ એક મંદિર ખુબ જ ચર્ચાનો વિષય બન્યું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ દુર્ગા પૂજાનું તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દેવી માતાના મંદિરોને પણ ખાસ અંદાજમાં સજાવવામાં આવ્યા છે. ત્યારે તેલંગાણાના મહેબૂબ નગર જિલ્લા કેન્દ્ર સ્થિત કન્યકા પરમેશ્વરી દેવી મંદિરને પણ નવરાત્રીના પાંચમા દિવસે માતાજીને મહાલક્ષ્મીના રૂપમાં સજાવવામાં આવ્યા હતા.

આ દરમિયાન માતાજી અને માતાજીના મંદિરના ચઢાવાના રૂપમાં મળેલી ચલણી નોટો 4,44,44,444 રૂપિયા (4 કરોડ, 44 લાખ, 44 હજાર, 444 રૂપિયા)ને ભવ્ય રીતે સજાવવામાં આવ્યા હતા.  મંદિરમાં દેવી માતાજીની પ્રતિમા અને મંદિરની દીવાલોને નવી ચલણી નોટોથી સજાવવામાં આવી હતી.

તો આજ રીતે આંધ્ર પ્રદેશના નૅલ્લુર જિલ્લામાં આવેલા કન્યકા પરમેશ્વરી દેવી મંદિરને પણ નવી ચલણીનોટો અને સોના, ચાંદીથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું. નવરાત્રી અને દુર્ગા પૂજાના અવસર ઉપર આ મંદિરમાં બિરાજેલા માતાજીને પણ ધનલક્ષ્મી રૂપમાં સજાવવામાં આવ્યા હતા.

આ દરમિયાન માતાજીને અને માતાજીના મંદિરને ચઢાવાના રૂપમાં મળેલી ચલણી નોટો 5.16 કરોડ રૂપિયાને ભવ્ય રૂપિયાને ભવ્ય રીતે સજાવવામાં આવ્યા હતા. જેમાં 2000, 5000,200, 100, 50 અને 10 રૂપિયાની ચલણી નોટ સામેલ હતી. આ નોટોથી સુંદર સુંદર ફૂલ બનાવવામાં આવ્યા હતા. માળા બનાવવામાં આવી હતી અને માતાજીને સજાવવામાં આવ્યા હતા. સાથે જ મંદિરની દીવાલ ઉપર પણ નોટોને લટકાવવામાં આવી હતી.

કન્યકા પરમેશ્વરી દેવી મંદિરની આ સજાવટ અને ભવ્યતા જોઈને લોકો પણ દંગ રહી ગયા હતા. આ મંદિરોમાં દર વર્ષે લાખો રૂપિયાનો ચઢાવો આવે છે અને આ પૈસાથી જ મંદિરને ભવ્ય રીતે સજાવામાં પણ આવતું હોય છે. જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.

Niraj Patel