ટીવીની ખૂબસુરત નાગિન તેજસ્વીએ ખરીદી કરોડોની Audi Q7, બોયફ્રેન્ડ કરણ કુંદ્રાએ બધા પળને કર્યા કેમેરામાં કેદ

ટીવીની સૌથી ખુબસુરત હિરોઈને ખરીદી નવી Audi Q7, શોરૂમાં પંડિતને બોલાવી કરી પૂજા, ફોડ્યુ નારિયેળ -તસવીરો જોઈને ફેન્સ ખુશ થઇ ગયા

જ્યારથી ‘બિગ બોસ 15’ની વિજેતા તેજસ્વી પ્રકાશ બની છે ત્યારથી તેણે દરેક જગ્યાએ દબદબો જમાવી લીધો છે. આ શો જીતતતા જ તેની એકતા કપૂરે ટીવી શો ‘નાગિન 6’ માટે પસંદગી કરી હતી. એવું લાગે છે કે નસીબ તેજસ્વી પર હાલ મહેરબાન છે, કારણ કે ‘નાગિન 6’ તેજસ્વીની એન્ટ્રી સાથે હિટ થઈ ગઈ છે. હવે જો કોઈને આટલી બધી ખુશીઓ એકસાથે મળવા લાગે તો તે ખુશ કેમ ન થાય અને તે જ રીતે તેજસ્વીએ પોતાની ખુશી વ્યક્ત કરતા પોતાના માટે નવી Audi Q7 ખરીદી. જ્યારે તેજસ્વી ઓડી લેવા માટે શોરૂમ પર પહોંચી તો તે સમયે તેની સાથે તેનો બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા પણ હાજર હતો.

કરણ કુન્દ્રા પણ તેજસ્વીની સાથે ઓડી ખરીદવા ગયો હતો અને એટલું જ નહીં તેણે એક-એક ક્ષણને કેમેરામાં કેદ પણ કરી હતી. હવે સોશિયલ મીડિયા પર તેજસ્વી અને કરણની આ તસવીરોનો દબદબો છે અને ફેન્સ પણ તેજસ્વીને અભિનંદન આપી રહ્યા છે. તેજસ્વી અને કરણ આ દરમિયાન નવી કાર સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા. નવી ઓડી ખરીદ્યા પછી, તેજસ્વીએ શો રૂમમાં પૂજા પણ કરી અને નારિયેળ પણ ફોડ્યુ. તસવીરોમાં તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા બંને ખૂબ જ ખુશ દેખાતા હતા.

તેજસ્વી પ્રકાશ ગુડી પડવાના દિવસે નવી કાર ખરીદવા માંગતી હતી પરંતુ 3 દિવસ પછી વ્યસ્ત હોવાને કારણે તે નવી કાર ઘરે લાવવા માટે શોરૂમ પહોંચી હતી. કાર ઘરે લઈ જતા પહેલા તેજસ્વી પ્રકાશે રીતિ-રિવાજ મુજબ પૂજા પણ કરી હતી. આ માટે તેમણે પંડિતજીને પણ બોલાવ્યા હતા. તેજસ્વીએ કારની પૂજા કર્યા પછી જ કાર લીધી અને પછી કારની આગળ નારિયેળ ફોડ્યું.

તેજસ્વી પ્રકાશે જે નવી કાર ખરીદી છે તેની કિંમત લગભગ 90 લાખથી 1 કરોડ છે. બોલિવૂડના ઘણા સેલેબ્સ પણ આ કારના દિવાના છે અને તેમણે તેને પોતાની લક્ઝરી કાર કલેક્શનમાં સામેલ કરી છે. ત્યાં, તેજસ્વી પ્રકાશ પણ આ લિસ્ટમાં જોડાઈ ગયા છે. બિગ બોસમાં આવતા પહેલા તેજસ્વીનું કરિયર કંઈ ખાસ ચાલી રહ્યુ ન હતુ, પરંતુ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશને બિગ બોસમાં આવતાની સાથે જ લોટરી લાગી ગઈ.

જ્યારે તેજસ્વી નાગીનની લીડ એક્ટ્રેસ છે, તો કરણ કુન્દ્રા પાસે પણ પ્રોજેક્ટની કોઈ કમી નથી. જ્યાં તે લોકઅપમાં જેલરના રૂપમાં જોવા મળે છે, તો ટૂંક સમયમાં તે અન્ય રિયાલિટી શોને પણ હોસ્ટ કરવા જઈ રહ્યો છે.સોશિયલ મીડિયા પર તેજસ્વીનો તેની કાર સાથેનો એક ખાસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેજસ્વી નવી કારની સામે નારિયેળ ફોડતી જોવા મળે છે.

વીડિયો સિવાય તેજસ્વીની કાર સાથેના ઘણા ફોટા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાયેલા છે.ફોટામાં, તેજસ્વી કારની પૂજા કરતી જોવા મળે છે અને કરણ કુન્દ્રા એક ગૌરવપૂર્ણ બોયફ્રેન્ડની જેમ તેની લેડી લવને કેમેરામાં કેદ કરી રહ્યો છે. નવી લક્ઝરી કાર ખરીદીને તેજસ્વી પ્રકાશ ખૂબ જ ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

બિગ બોસ 15 ટ્રોફી જીત્યા બાદ તેજસ્વી પ્રકાશ તેની કારકિર્દીમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. તેજસ્વી ઘણા મ્યુઝિક વીડિયો પણ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, તેજસ્વી અને કરણ એકબીજાને ખૂબ પસંદ કરે છે અને તેમના ફેન્સ ઈચ્છે છે કે બંને જલ્દીથી એક થઈ જાય.

Shah Jina