પાલનપુરમાં આવેલા શિવધારા રિસોર્ટમાં રાઈડની મજા માણી રહેલા કિશોરનું દર્દનાક મોત, રિસોર્ટ વાળાની આ ભૂલ પરિવારના દીકરાનો જીવ લઇ ગઈ, જુઓ
Teenager has died in Shivdhara risort : ગરમીનો મહિનો આવે અને વોટરપાર્ક તેમજ રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકો આનંદ માણવા માટે પહોંચી જતા હોય છે. જ્યાં ભારે ભીડ પણ જોવા મળતી હોય છે. પરંતુ ઘણીવાર આવા વોટરપાર્કમાં થયેલી એક નાની ભૂલ અથવા તો સંચાલકોની બેદરકારી કોઈનો પણ જીવ લઇ લેતી હોય છે.
હાલ એવી જ એક ઘટના પાલંપુરમાંથી સામે આવી છે. જ્યાં મલાણમાં આવેલા શિવધારા રિસોર્ટની અંદર એક રાઈડની મજા માણી રહેલા એક કિશોરનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. કિશોર એક રાઈડમાં મજા માની રહ્યો હતો ત્યારે જ તે દીવાલ સાથે ભટાકયો હતો અને તેને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી.
કિશોરને લોહીલુહાણ હાલતમાં સ્થાનિક કક્ષાએ સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડ્યો હતો. જ્યાં સરવર દરમિયાન હોસ્પિટલમાં જ કિશોરે દમ તોડી દેતા પરિવાર માથે દુઃખોનું આભ તૂટી પડ્યું હતું. ઘટનાને લઈને પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે પાણીનું સ્તર ઓછું હોવાના કારણે અને રાઈડ નાની હોવાના કારણે આ બનાવ બન્યો છે. મૃતક કિશોર મૂળ સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકના પિતાએ આ મામલે શિવધારા રિસોર્ટ વિરુદ્ધ પાલનપુર તાલુકા મથકમાં અરજી આપી છે અને તેમને કહ્યું કે આવી જોખમી રાઇડના કારણે મારો દીકરો છીનવાઈ ગયો પરંતુ બીજા કોઈનો દીકરો ના છીનવાય અને આવા બનાવ ના બને તે માટે સંચાલક વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.