પૂર્વ સિલેક્ટરનો દાવો, કુંબલે નહીં આ દિગ્ગજ બનશે હેડ કોચ, ધોની ભજવશે મેન્ટરની ભૂમિકા

ટીમ ઈન્ડિયાના કોચ માટે આ ક્રિકેટરનું નામ સૌથી આગળ

રવિ શાસ્ત્રી બાદ ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ કોણ બનશે આ સવાલ દરેક ક્રિકેટપ્રેમીઓના મનમાં થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, અનિલ કુંબલેને રસ નથી, તેથી વિદેશી કોચની પણ શોધ કરી શકાય છે.

આ દરમિયાન, બીસીસીઆઈના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે સૂચન કર્યું છે કે રવિ શાસ્ત્રીનો મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ મુખ્ય કોચની ભૂમિકા માટે પ્રબળ દાવેદાર છે. શાસ્ત્રી 2017 થી ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપી રહ્યા છે અને આઈસીસી ટી 20 વર્લ્ડકપ પછી કોચ તરીકે નહીં જોવા મળે કારણ કે તેમના કોચનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.

પ્રસાદે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે મારા દિલમાં આ લાગણી હતી. મને તાજેતરમાં મારા સાથીઓ દ્વારા પડકાર આપવામાં આવ્યો હતો કે, નિશ્ચિત રૂપે રવિભાઈના યુગ બાદ મેન્ટર તરીકે અને ધોની અને રાહુલ દ્રવિડ હેડ કોચ તરીકે નિશ્ચિતપણે જોવા મળશે.

તેમણે કહ્યું કે, જ્યારે હું આઈપીએલ દરમિયાન કોમેન્ટ્રી કરી રહ્યો હતો, ત્યારે મેં મારા સાથી કોમેન્ટેટર સાથે આ ચર્ચા કરી હતી. મને લાગે છે કે રવિભાઈ પછી રાહુલને જે રીતે રમતનો અનુભવ છે તે ભારતીય ટીમ માટે ખૂબ જ મૂલ્યવાન બનશે.

તેમણે કહ્યું કે, કોચ તરીકે રાહુલ, મેન્ટર તરીકે એમએસ ધોની ભારતીય ક્રિકેટ માટે ભારતીય ટીમ માટે વરદાન સાબિત થશે. બંને શાંત, અને મહેનતુ છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, આના કરતા પણ મહત્વની વાત એ છે કે, જે ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે તેમને મોટેભાગે રાહુલ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. એમએસકે પ્રસાદે કહ્યું કે, જો રાહુલ કોચ અને ધોની મેન્ટર નહીં બને તો હું ખૂબ નિરાશ થઈશ.

YC