સરકારી શાળાના શિક્ષકનું ટ્રાન્સફર થતા સ્કૂલ છોડીને જવાનું થયું, વિદ્યાર્થીઓ શિક્ષકને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા, જુઓ વીડિયો

માતા પિતા બાદ જો દુનિયામાં કોઈની શ્રેષ્ઠ સ્થાન હોય તો તે છે એક શિક્ષકનું અને શિક્ષક પણ એવું ઇચ્છતા હોય છે કે તેમના  વિદ્યાર્થીઓ ભણી ગણીને ખુબ જ આગળ વધે. ઘણીવાર આપણે એ પણ જોયું છે કે શાળાના બાળકોનો શિક્ષકો સાથે એ હદ સુધી લગાવ લાગી જાય છે કે જયારે શિક્ષક સ્કૂલમાંથી વિદાય લે છે ત્યારે બાળકો પણ ભાવુક બની જાય છે. હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાની એક શાળાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ભાવુક કરી રહી છે. ચંદૌલીની કમ્પોઝીટ સ્કૂલમાં શિક્ષકના પોતાના વિદ્યાર્થીઓ પ્રત્યેના લગાવનો નજારો જોવા મળ્યો. શિક્ષકની બદલી બાદ શાળાના વિદ્યાર્થીઓ ભાવુક બની ગયા હતા. તેમના વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓ તેમને ગળે લગાવીને રડી પડ્યા હતા.

શિક્ષક શિવેન્દ્ર સિંહ બઘેલ લગભગ ચાર વર્ષ સુધી આ શાળામાં કામ કર્યું. તેમનો કાર્યકાળ 7 સપ્ટેમ્બર 2018થી 12 જુલાઈ 2022 સુધી ચાલ્યો હતો. આ દરમિયાન તેમને શાળાના બાળકો અને અન્ય શિક્ષકો સાથે ખૂબ લગાવ થઈ ગયો. હવે તેમની બદલી બીજા જિલ્લામાં કરવામાં આવી હતી.

જ્યારે વિદ્યાર્થીઓ શિક્ષકને વિદાય આપી રહ્યા હતા, તે દરમિયાન વિદ્યાર્થીઓ તેમને ગળે લગાવીને રડવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓ તેમના શિક્ષકને જવા દેવા માંગતા નહોતા. કદાચ આ તેમની કમાણી હતી કે જ્યારે તેમની બદલી થઈ ત્યારે બાળકો ભાવુક થઈ ગયા અને ગળે લગાવીને રડવા લાગ્યા. બાળકોને સમજાવતી વખતે શિવેન્દ્ર ભાવુક થઈ ગયા અને એટલું જ કહી શક્યા કે મનથી વાંચો, ઘણી પ્રગતિ કરો.

શિવેન્દ્ર સિંહે કહ્યું કે, મારા કાર્યકાળ દરમિયાન મેં કમ્પોઝિટ સ્કૂલમાં બાળકોને ભણાવ્યા અને તેમની સાથે મસ્તી પણ કરી. હું અહીં આવ્યો ત્યારે બાળકોને સારી રીતે ભણાવીશ એવી આશા સાથે આવ્યો હતો અને અમારાથી બને તેટલું અમે કર્યું. કદાચ આ જ કારણ છે કે બાળકોને આટલો પ્રેમ મળ્યો છે.

Niraj Patel