સરકારી શાળાના શિક્ષકે વિધાર્થીને માર્યો ઢોર માર, વાયરલ વીડિયો જોઈને તમને પણ દયા આવી જશે !!

આજનો જમાનો ઘણો આગળ વધી ગયો છે અને કોઈપણ ઘટના કે નાની એવી બાબત પણ સોશિયલ મીડિયામાં થોડી જ ક્ષણોમાં વાયરલ થઇ જતી હોય છે. જો કોઈ ગુન્હો કરે તો તેનો પણ કોઈ ચુપચાપ વીડિયો બનાવી લે છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા હોય છે, ત્યારે હાલ એવા જ એક શિક્ષકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે એક વિધાર્થીને ઢોર માર મારી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં એક વિધાર્થીને મારી રહેલો આ વીડિયો સરકારી શાળાનો છે. જ્યાં 12માં ધોરણના વિધાર્થીને શિક્ષક લાત અને ઘુસાથી મારી રહ્યો છે. આ વીડિયોને જોઈને લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે. આ ઘટના 13 ઓક્ટોબરની છે. તામિલનાડુના કડ્ડાલોર જિલ્લાની સરકારી નંદનાર બોયઝ હાયર સેકેન્ડરી સ્કૂલમાં એક શિક્ષકે વિધાર્થીને ગયો કલાસ ના ભરવા માટે બેરહેમીથી માર્યો.

વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે તામિલનાડુના કુડ્ડાલોર જિલ્લાના ચિદમ્બરમમાં એક ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયના શિક્ષક સુબ્રમણ્યમએ કથિત રીતે વિધાર્થીના વાળ પકડીને સતત માર માર્યો અને લાતો પણ મારી. વિધાર્થી સતત શિક્ષકને કહેતો રહ્યો કે આવી ભૂલ નહિ કરું છતાં પણ શિક્ષક તેને લાતો મારતા રહ્યા.

બે વિધાર્થીઓએ આ ઘટનાને તેમના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી. અને આ વીડિયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો. જેના બાદ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે લોકોનો આક્રોશ ફેલાઈ રહ્યો છે.

Niraj Patel