વડોદરામાં આજે બનેલી એક ભયાનક દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ સહિત કુલ 14 લોકોનાં મોત થયાં છે, જેમાંથી 2 ટીચર્સ છે. આ સ્ટુડન્ટ બરોડાની જ એક સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં અને પિકનિક મનાવવા માટે આવ્યાં હતાં. તેઓ બોટિંગ કરી રહ્યાં હતાં તે દરમિયાન બોટ પલટી જતાં આ ઘટના બની હોવાની પ્રાથમિક જાણકારી છે.
બીજી તરફ, આ મામલે સિક્યુરિટીનું પણ પૂરતો ખ્યાલ નથી રાખવામાં આવ્યો. રિપોર્ટ્સ અને અધિકારીઓ-સત્તાધારીઓના નિવેદનોનું માનીએ તો બોટમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવ્યાં હતાં. પ્રાથમિક માહિતી એવી છે કે બોટમાં કુલ 27 બાળકો અને 4 શિક્ષકો સવાર હતાં.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડોદરામાં તે લેકમાં બોટની કેપેસીટી ફક્ત 16 લોકોની જ હતી અને તેમાં બમણા લોકો બેસાડવામાં આવ્યા હતા. સંભવતઃ છે કે તેના કારણે બોટ પલટી ગઈ હોય. જોકે, સંપૂર્ણ વિગતો તો તપાસ બાદ જ બહાર આવી શકશે.
મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે, આ પ્રોજેક્ટ કોટિયા પ્રોજેક્ટ્સને 30 વર્ષ માટે 100% PPP મોડેલ પર ચલાવવા આપ્યો છે. તેમણે બોટિંગવાળા સાથે સબ-કોન્ટ્રાક્ટ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, ઘટનાની સંપૂર્ણ તપાસ કરાવવામાં આવશે અને
જે કોઇ પણ બેદરકારી દાખવવામાં આવી છે તેની સજા કરવામાં આવશે. આ પ્રકારની ઘટનાઓ અને આ પ્રકારની બેદરકારી ક્યારેય સહન ન કરી શકાય.
આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો તેનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. પણ આ મુદ્દે અચાનક જ એક ટીચરે મોટો દાવો કર્યો છે. સ્કૂલની એક ટીચરે દાવો કરતા કહ્યું છે કે, 82 જેટલા બાળકો હરણી તળાવની મુલાકાતે ગયા હતા.
જેમાંથી બોટમાં 30 જેટલા લોકો સવાર હતા. પરંતુ દુર્ભાગ્યવશ અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે.