પતિ અને દીકરાના વહેવારથી પરેશાન હતી મહિલા શિક્ષિકા, પછી પોતાની 1 કરોડની સંપતિને દાન કરી દીધી હનુમાન દાદાને, જાણો સમગ્ર મામલો

પોતાનું ઘર, પોલિસી, પ્લોટ અને સોનુ ચાંદી સાથે પગાર પણ આ મહિલા શિક્ષિકાએ કરી દીધો હનુમાન દાદાને દાન, 1 કરોડ કરતા વધુ સંપત્તિ દાન કરી દેતા પતિ અને દીકરો જોતા જ રહી ગયા

ઘણા લોકો એવા હોય છે જે જીવનભર કમાણી કરે છે અને પછી એ બધી જ કમાણી કોઈ સંસ્થા કે મંદિરમાં દાન કરી દે છે, કારણ કે તેમની આગળ પાછળ કોઈ હોતું નથી, પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેને જાણીને લોકો પણ હેરાન રહી ગયા છે. એક મહિલા શિક્ષિકાએ પોતાની એક કરોડની સંપત્તિ પોતાના પતિ અને દીકરાના હોવા છતાં પણ હનુમાન દાદાને દાનમાં આપી દીધી છે, આ સંપત્તિ દાનમાં આપવા પાછળનું કારણ પણ ખુબ જ રોચક છે.

આ મામલો સામે આવ્યો છે મધ્ય પ્રદેશના શ્યોપુરમાંથી. તેણે પહેલા પોતાના બંને દીકરાઓના નામે તેમને આવતો ભાગ વહેંચી દીધો. પછી તેમના ભાગે આવેલી રકમ મંદિરમાં દાન કરી દીધી. આ મહિલા શિક્ષિકાનું નામ શિવ કુમારી જાદૌન છે. તે વિજપુર વિસ્તારમાં આવેલા ખીતરપાલ ગામની એક સરકારી શાળામાં ભણાવે છે.

મંદિરને આ સંપત્તિ દાન આપતા મહિલા શિક્ષિકાએ લખ્યું કે મારા અંતિમ સંસ્કાર પણ મંદિરના ટ્રસ્ટના લોકો જ કરે. શિવકુમારીએ પોતાનું આલીશાન મકાન, પ્લોટ, સરકાર તરફથી મળતો પગાર, જીવન વીમા પોલીસીની રકમ, સોના ચાંદીના આભૂષણો મળીને કુલ એક કરોડ રૂપિયાથી વધારેની કિંમત વિજપુરના પ્રસિદ્ધ છીમાછીમા હનુમાન મંદિર ટ્રસ્ટના નામ પર કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર શિવ કુમારી તેના પતિ અને દીકરાના વહેવારના કારણે ખુબ જ પરેશાન હતી. તેનો દીકરો ઘણા ગુન્હા કરી ચુક્યો છે, જયારે પતિનો વહેવાર પણ યોગ્ય નથી. તે તેના પતિ અને દીકરાથી એટલી બધી હેરાન થઇ ગઈ હતી કે તેના નિધન બાદ તેની અંતિમ વિધિ પણ મંદિર ટ્રસ્ટના લોકો જ કરે. તેણે એમ પણ જણાવ્યું કે બાળપણથી જ તેની ભગવાનમાં આસ્થા રહી છે અને તે શરૂઆતથી જ પૂજા-અર્ચના કરે છે. આજ કારણ છે કે તેણે પોતાની બધી જ સંપત્તિ હનુમાન દાદાને નામ કરી દીધી.

Niraj Patel