17 વર્ષના વિદ્યાર્થી સાથે સંબંધ બનાવવાને કારણે આ ટીચરને થઇ ચૂકી છે જેલ, મળ્યો છે ટીચર ઓફ ધ યરનો એવોર્ડ

ટીચર ઓફ ધ યરનો એવોર્ડ વાળી સીધી સાદી ટીચરે 17 વર્ષના વિદ્યાર્થી સાથે ખુબ માણ્યું સુખ, ખરેખર શું કળયુગ આવી ગયો છે

ઘણીવાર ગુજરાત સહિત દેશ વિદેશમાંથી એવા એવા મામલાઓ સામે આવે છે, જેમાં કોઇ સંબંધોને શર્મશાર કરતા પણ કિસ્સાઓ સામે આવે છે. ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે શિક્ષક અને ગુરુના સંબંધોને શર્મશાર કરે છે. 17 વર્ષના વિદ્યાર્થી સાથે સંબંધ બનાવવા બદલ પોલીસે મહિલા શિક્ષકની ધરપકડ કરી છે. તે બાળકોને ફિઝિકલ એજ્યુકેશન શીખવતી હતી. ખાસ વાત એ છે કે મહિલા ટીચર લગભગ 20 વર્ષથી એક જ સ્કૂલમાં બાળકોને ભણાવી રહી હતી. તેને ટીચર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો.

આરોપી મહિલા શિક્ષકનું નામ લીહ ક્વીન છે. તે 43 વર્ષની છે. ગેન્ટ્રી ઇન્ટરમીડિયેટ સ્કૂલના શિક્ષક લીહની 15 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ગેરકાયદેસર પદાર્થોનું સેવન કરવાનો પણ આરોપ છે.લગભગ 40 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ, 17 સપ્ટેમ્બરે લીહને જામીન પર જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. ગેન્ટ્રી પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, લીહની 2010ની એક ઘટનામાં ધરપકડ કરવામાં આવી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

આરોપ છે કે ત્યારબાદ તેના 17 વર્ષની વિદ્યાર્થીની સાથે સંબંધ હતા. પરંતુ હવે આ મામલાનો પર્દાફાશ થયો છે. પોલીસે કહ્યું છે કે પીડિત વિદ્યાર્થીના આરોપો પર તેમણે ઘણા પુરાવા એકઠા કર્યા છે. પોલીસે વિદ્યાર્થીના માતા-પિતા, લીહના પૂર્વ પતિ અને ભૂતપૂર્વ શિક્ષક પાસેથી આ પુરાવા એકત્ર કર્યા છે. લીહ પર વિદ્યાર્થીને પોતાના ઘરે બોલાવવાનો પણ આરોપ છે. પોલીસને આશંકા છે કે તેણે કેટલાક અન્ય વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવ્યા હશે.

આવી સ્થિતિમાં પોલીસે અન્ય પીડિતોને પણ આ મામલે આગળ આવવા કહ્યું છે. ગેન્ટ્રી સ્કૂલના સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે લીહને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તે 20 વર્ષથી વધુ સમયથી જેન્ટ્રી સ્કૂલમાં ભણાવી રહી હતી.તેને વર્ષ 2014-15માં ટીચર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો. તેને આ એવોર્ડ આર્કાન્સાસ એસોસિએશન ઓફ હેલ્થ, ફિઝિકલ એજ્યુકેશન, રિક્રિએશન એન્ડ ડાન્સ તરફથી મળ્યો હતો. જણાવી દઇએ કે, આ મામલો અમેરિકાનો છે.

Shah Jina