લો બોલો… અમદાવાદના આ વેપારીએ કબ્રસ્તાન પર જ બનાવી દીધું રેસ્ટોરન્ટ, મડદા સાથે બેસીને જમવા માટે આવે છે અહીંયા લોકો, જુઓ વીડિયો

અમદાવાદની આ પ્રખ્યાત ચાની દુકાનમાં ગયા છો ક્યારેય ? જ્યાં કબર પાસે બેસીને પીવી પડે છે ચા, જુઓ વીડિયો

Graveyard Cafe Ahmedabad : ઇન્ટરનેટ પર ઘણીવાર એવા ઘણા વીડિયો સામે આવતા હોય છે જેને જોઈને અપને પણ હેરાન રહી જતા હોઈ છીએ. ઘણીવાર લોકો એવા કારનામા પણ કરતા હોય છે જે ચોંકાવી દે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ કબ્રસ્તાનમાં હોટલ બનાવે ? જ્યાં લોકોને જતા પણ ડર લાગે ત્યાં બેસીને જમવું કેવું વિચિત્ર લાગે ?

પરંતુ અમદાવાદમાં એક હોટલ એવી છે જે કબ્રસ્તાન પર બનેલી છે. જ્યાં આવીને લોકો ચા પીવે છે. કબરની બાજુમાં જ બેસીને ખાય છે, પીવે છે. અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલ લકી ટી સ્ટોલ 72 વર્ષથી ચાલી રહ્યો છે. પ્રખ્યાત કલાકાર એમ.એફ. હુસૈન આ જગ્યાની વારંવાર મુલાકાત લેતા હતા. હુસૈને 1994માં સ્ટોલના માલિકને તેમની એક પેઇન્ટિંગ પણ ભેટમાં આપી હતી. આ પેઇન્ટિંગ હજુ પણ ચાની દુકાનની દિવાલોની અંદર લટકેલી છે.

એપ્રિલમાં, ટ્રાવેલ એન્ડ ફૂડ વ્લોગિંગ એકાઉન્ટ @hungrycruisers એ લકી ટી સ્ટોલ વિશે એક વિડિયો શેર કર્યો, જેને હજારો લાઈક્સ મળી. વિડિયોમાં, @hungrycruisers અહીં અનોખા સેટ-અપ પાછળની વાર્તા ટૂંકમાં સમજાવે છે. વીડિયો અનુસાર, “રેસ્ટોરન્ટના માલિક કૃષ્ણન કુટ્ટીએ અમદાવાદમાં આ જમીન ખરીદી હતી, પરંતુ તે કબ્રસ્તાન હોવાની હકીકતથી અજાણ હતો.

જો કે, જ્યારે તેને આ વાતની જાણ થઈ ત્યારે તેણે પોતાની જમીન બદલી ન હતી. રેસ્ટોરન્ટ બનાવવાની યોજના છે. કબરોને અસ્પૃશ્ય છોડીને, કબરોની આસપાસ લોખંડના સળિયા મૂકવા ઉપરાંત, તેમના માલિકે ઉપલબ્ધ જગ્યામાં કબરોની આસપાસ બેઠક જગ્યાઓ બનાવી છે.” પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું હતું કે, “દરરોજ સવારે, સ્ટાફ તમામ કબરોને સાફ કરે છે અને તેને તાજા ફૂલોથી શણગારે છે.


આ સ્થળ ધીમે ધીમે વિકસતું ગયું અને શહેરમાં ફરવા માટે સૌથી પસંદગીના સ્થળોમાંનું એક બની ગયું.” કેપ્શનમાં એવું પણ લખ્યું છે કે, “મૃતકોનો આદર કરો, જેમ તમે જીવતા લોકોનો આદર કરો છો.”  ત્યારે આ વીડિયો હવે ખુબ જ વાયલર થઇ રહ્યો છે અને લોકો પણ તેના પર પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel