ચા વાળાએ પહેલીવાર ખરીદ્યો મોબાઈલ તો બેન્ડ વાજા અને બગીમાં વાજતે ગાજતે લઇ આવ્યો ઘરે, નજારો જોઈને શહેરના લોકો પણ રહ્યા હેરાન

આજે મોબાઈલ દરેક વ્યક્તિની પહેલી જરૂરિયાત બની ગયો છે, પરંતુ ઘણા લોકો એવા પણ છે જે સારા મોબાઈલ ખરીદી નથી શકતા, કારણ કે તે આર્થિક રીતે એટલા સધ્ધર નથી હોતા. દરેક વ્યક્તિને તેનો પહેલો મોબાઈલ ખરીદવાની ખુશી યાદ જ હશે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવા વ્યક્તિની ખુશીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે જોઈને આખું શહેર હેરાન રહી ગયું.

મધ્યપ્રદેશના શિવપુરી શહેરમાં એક ચા વાળાએ તેની પાંચ વર્ષની દીકરીની ઇચ્છા પૂરી કરવા પ્રથમ વખત નવો મોબાઇલ ફોન ખરીદ્યો. આ દિવસને યાદગાર બનાવવા માટે વાજતે ગાજતે પોતાની દીકરીને બગીમાં બેસાડીને નાચતે ગાજતે મોબાઈલની દુકાનેથી ઘરે લઈને આવ્યો. મુરારીએ જે રીતે પોતાની દીકરીની ઈચ્છા પૂર્ણ કરી તેની ચર્ચા આખા શહેરમાં છે.

તેમની આ ઉજવણીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ચા વેચવા વાળા આ વ્યક્તિનું નામ મુરારી કુશવાહા છે અને તે શિવપુરી શહેરના નીલગીરી ચાર રસ્તા ઉપર ચા બનાવે છે. તેને તેની દીકરીની ઈચ્છા પૂર્ણ કરવા માટે સોમવારે સાંજે આ મોબાઈલ ફોન 12,500 રૂપિયામાં ખરીદ્યો હતો.

આ દિવસને યાદગાર બનાવવા માટે તેને વરઘોડો પણ કાઢ્યો હતો. મુરારીએ જણાવ્યું કે, “મારા ઘરમાં પહેલીવાર મોબાઈલ ફોન આવ્યો તો દુકાનદારની દુકાનેથી ઢોલ-ધમાકા અને શરણાઈ વગાડીને મારા ઘરે લઇ આવ્યો. આ વરઘોડામાં એક બગી પણ હતી જેમાં મારી દીકરીને બેસાડીને લાવ્યો.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તેણે કહ્યું કે તે બાદમાં “મેં મારા મિત્રોને ઘરે પાર્ટી પણ આપી હતી.” મુરારીએ જણાવ્યું કે ઓછા પૈસાના કારણે તેણે છોકરીની ઇચ્છા પૂરી કરવા માટે EMI પર મોબાઇલ ફોન લીધો છે. તેણે કહ્યું, “મારી એક 5 વર્ષની દીકરી છે. તે મને બે વર્ષથી કહેતી હતી કે પાપા, તમે બહુ દારૂ પીઓ છો. તમે દારૂ પીવાનું બંધ કરી દો અને તમે જે પૈસા બચાવશો તેનાથી મને મોબાઈલ ફોન અપાવી દેજો.” મુરારીએ કહ્યું, “મેં છોકરીને કહ્યું, દીકરી ચિંતા ન કર. અમે એવો મોબાઈલ ફોન લાવીશું કે આખું શહેર જોતું રહી જશે.”

Niraj Patel