ટેક્સી ચાલકની દીકરીએ ગામનું અને સમાજનું નામ કર્યું રોશન, આર્મીની તાલીમ લઈને ગામમાં પરત ફરતા થયું ભવ્ય સ્વાગત

ઘણા લોકો પોતાના સપનાને સાકાર કરવા માટે તનતોડ મહેનત કરતા હોય છે, આજે ઘણા યુવાનોનું સપનું ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું છે, તો યુવાનો ઉપરાંત ઘણી યુવતીઓ પણ આજે સેનામાં જોડાવવા માંગે છે. હાલ એવી જ એક યુવતીની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના નાનકડા ગામ ગઢાની નિવાસી સવિતા આદિવાસીની સેનામાં પસંદગી થયા બાદ ટ્રેનિંગ લઈને પહેલીવાર ગામમાં આવી ત્યારે ગામની નોર્ડર ઉપર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગામની સીમા ઉપર ડીજે સાથે રેલી કાઢીને તેને ગામ સુધી લાવવામાં આવી અને તેના સ્વાગતમાં ફૂલોનો વરસાદ પણ કરવામાં આવ્યો.

સવિતાના પિતા દશરથ આદિવાસી ટેક્સી ચલાવે છે અને તેનાથી જ પરિવારનું ભરણ પોષણ થાય છે. દશરથ અને તેમના પરિવારને આ વાત ઉપર ગર્વ છે કે તેમની દીકરી હવે દેશની સેવા કરશે અને તેમના ગામનું નામ પણ રોશન કરશે. સ્વીટ ગામની પહેલી એવી છોકરી છે જેની ભારતીય સેનામાં પસંદગી થઇ હોય.

આઠ મહિનાની તાલીમ બાદ સવિતા જ્યારે ગામમાં પરત ફરી ત્યારે તેને પણ એ વાતનો જરા પણ અંદાજો નહોતો કે તેનું ગામની અંદર આ રીતે ભવ્ય સ્વાગત થશે. આ સ્વાગત તેને જીવનભર યાદ રહેશે. ગામના બધા જ લોકો પહેલાથી જ ગામની બહાર ઉભા રહીને તેની રાહ જોતા હતા.

જેવી જ સવિતા ગામની અંદર પહોંચી તો ગામના લોકોએ ભારત માતા કી જયના નારા લગાવવાનું શરૂ કરી દીધું. સવિતાની આરતી ઉતારવામાં આવી. ગામમાં આવીને સવિતાનું આ રીતે સ્વાગત જોઈને તેની પણ આંખોમાં આંસુઓ આવી ગયા. તેને ફૂલની માળાઓ પહેરાવવામાં આવી, ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો અને ડીજે વગાડીને હાથમાં તિરંગા સાથે ગાડીઓની રેલી કાઢી તેને ઘર સુધી લાવવામાં આવી.

સવિતાના ભાઈ કૌશલ આદિવાસીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે તેની બહેન એક દિવસ બાદ રાજસ્થાનના અલવરમાં પોતાની કર્તવ્ય નિભાવવા માટે ચાલી જશે. તેના પહેલા 8 મહિના સુધી રાજસ્થાનના અલવર જિલ્લામાં જ મોજપુરમાં તેની તાલીમ થઇ છે. તેને કહ્યું કે આ મારા પરિવાર માટે ગર્વની વાત છે કે સવિતા દેશની સેવા કરતા અમારું નામ રોશન કરશે.

Niraj Patel