ઇસ્કોન બ્રિજ પર એકસાથે જ 9 લોકોને કચડી નાખનારા નબીરા તથ્ય પટેલના હવે જેલમાં શરૂ થયા નાટકો, એવી અરજી આપી કે જાણીને તમારું માથું પણ ચકરાઈ જશે

9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલે જેલમાં નાટકો કર્યા શરૂ, એવી અરજી આપી કે જાણીને તમારું માથું પણ ચકરાઈ જશે

Tathya patel petitions village court : ઇસ્કોન બ્રિજ પર બનેલી ગોઝારા અકસ્માતની ઘટના જયારે પણ યાદ આવૅ ત્યારે લોકોના કાળજા કંપી ઉઠે. આ અકસ્માત એક રૂપિયાવાળા બાપના નબીરાના કારણે સર્જાયો હતો. તથ્ય પટેલ નામના આ નબીરાએ ફૂલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવીને રોડ પર એક અકસ્માત જોવા માટે ઉભા રહેલા ટોળાને કચડી નાખ્યું. જેમાં 9 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, ત્યારે આરોપી તથ્ય પટેલ હાલ જેલની અંદર છે. પરંતુ જેલમાં રહીને પણ તથ્યના નાટકો વધ્યા છે.

જેલમાં ભણવાની કરી માંગ :

તથ્યની ધરપકડ બાદ સામે આવ્યું હતું કે તે કોલેજમાં પણ ગુલ્લી મારતો હતો અને સ્કૂલમાં પણ દારૂની બોટલ સાથે પકડાયો હતો, ત્યારે હવે તથ્યને ભણવાનું યાદ આવ્યું છે અને તેને જેલમાં જ ભણવાની માંગ કરી છે. આ ઉપરાંત તેને જેલનું ખાવાનું પણ નથી  ફાવતું અને એટલે જ તેને બહારનું અથવા તો ટિફિનની માંગણી પણ કરી છે. એટલું જ નહિ તેને મળવા આવનારા મુલાકાતીઓ માટે પણ તેને સમય ઓછો પડે છે એટલે તેને આ મુલાકાતીઓના સમય વધારાની પણ માંગણી કરી છે.

બહારનું જમાવની પણ કરી અરજી :

આ મામલાને લઈને સરકારી વકીલે મીડિયાને જણાવ્યું હતું કે તથ્ય પટેલ કેસમાં આરોપી તરફથી બે અરજી આપવામાં આવી છે. જેમાં એકમાં બહારનું જમવા માટે ટિફિનની પરમિશન માંગી છે. તો બીજી અરજીમાં એજ્યુકેશન કોર્સ કરવાની માંગણી પણ કરી છે અને તેની સગવડ કરવાની પણ માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત તેને તેના પરિવારના સભ્યોને વધુ વખત મળવા માટે પણ અરજી કરી છે. ત્યારે જેલ ઓથોરિટી દ્વારા માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવાનું સૂચન આપવામાં આવ્યું છે.

આંખોનો થયો ટેસ્ટ :

તમને જણાવી દઈએ કે તથ્ય પટેલની આંખોનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં તેની આંખોમાં કોઈ ખામી ના હોવાનું પણ સામે આવ્યું હતું. તથ્ય પટેલની આઇવીઝન ટેસ્ટ પણ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યો છે. 19 જુલાઈના રોજ તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જ્યો હતો. જેમાં અગાઉ થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને જોવા માટે ટોળું બ્રિજ પર ઉભું હતું ત્યારે જ તથ્ય પટેલ પુરપાટ ઝડપે કાર લઈને આવ્યો અને ટોળાને કચડી નાખ્યું.

Niraj Patel