પ્લેન ક્રેશમાં ટાર્જનના અભિનેતાનું થયું હતું નિધન, પત્ની સાથે આટલા લોકોનો પણ આ દુર્ઘટનામાં ચાલ્યો ગયો જીવ

અમેરિકામાં થયેલ એક દુઃખ પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર ટાર્જન અભિનેતા જો લારા સમેત સાત લોકોના નિધન થઇ ગયા છે. આ દુર્ઘટનામાં જો લારાની પત્નીનું પણ નિધન થયું છે. ગ્વેન શમ્બલિન સાથે તેને વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. જો લારાની ઉંમર 58 વર્ષની હતી.

જો શનિવારના રોજ પોતાની પત્ની ગ્વેન લારા અને અન્ય પાંચ લોકો સાથે જેટ વિમાન ઉપર સવાર હતો. આ વિમાન ક્રેશ થઈને નૈષવિલની પાસે પર્સી પ્રિસ્ટ ઝીલમાં પડ્યું. ઘટના સ્થળ ઉપર તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ પહોંચી. જયારે પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે.

તમને જણાવી દઈએ કે 90ના દાયકમાં ‘ટારઝન ઇન મેનહટન’ ધારાવાહિક દુનિયાભરમાં ખુબ જ પ્રખ્યાત હતી. આ ધારાવાહિકમાં અભિનેતા વિલિયમ જોસેફ લારા ઉર્ફે જો લારાએ તેના અભિનય દ્વારા દર્શકોનું ખુબ જ દિલ જીત્યું હતું, તેના નિધનથી ચાહકોમાં શોકની લાગણી છે.આ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ નિભાવી છે : લારાએ 1989 માં ટેલિવિઝન ફિલ્મ “ટારઝન ઇન મેનહટન” માં ટારઝનની ભૂમિકા નિભાવી હતી. બાદમાં તેણે ટીવી શ્રેણી “ટારઝન: ધ એપિક એડવેન્ચર્સ” માં પણ અભિનય કર્યો. આ શ્રેણી ૧૯૯૬-1997 સુધી ચાલી હતી. આમાં લારાના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી.


કારકિર્દીની ચરમસીમાએ અભિનય છોડી દીધો હતો, 2002 માં સંગીતની કારકિર્દી બનાવવા માટે લારાએ વીસ વર્ષ પછી અભિનય છોડી દીધો હતો. આ તે સમય હતો જ્યારે લારા તેની કારકીર્દિની ટોચ ઉપર જ હતો. એક્સન ફિલ્મ આર્મસ્ટ્રોંગ અને વૉરહેડ માટે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે. તેઓએ બે લગ્નો કર્યા.

શનિવારે સવારે 11 વાગ્યે ફ્લાઇટ ઉડાન ભરી હતી, ત્યારબાદ આ અકસ્માત સર્જાયો હતો
બીજી તરફ, ફેડરલ ઉડ્ડયન પ્રશાસને પણ નિવેદન જારી કર્યું છે તેમાં જણાવાયું છે કે સેસ્ના સી 501 વિમાન શનિવારે સવારે 11 વાગ્યે સ્મીર્ના રધરફોર્ડ કાઉન્ટી એરપોર્ટથી ઉડાન કર્યા બાદ સ્મિર્ના નજીકના પર્સી પ્રિસ્ટ લેકમાં ક્રેશ થયું હતું.


જેટ પામ બીચ ઇન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહ્યું હતું. ટેનેસી નેશનલ હાઇવે પેટ્રોલમેન ટીમે કહ્યું કે ઘણા લોકોએ વિમાનને તળાવમાં નીચે જોયું હતું. ઘટના સ્થળે રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ અને એફએએ બંને હાજર છે.તેમના નામ પરિવારના સભ્યોની પુષ્ટિ પછી જ જાહેર કરવામાં આવ્યાં છે.

Niraj Patel