આ સપ્તાહ આ 5 રાશિ માટે રહેશે ખાસ…જાણી લો લકી નંબર અને લકી કલર

ચાલો જાણીએ આ સપ્તાહમાં કઈ રાશિ ભાગ્યશાળી છે અને રાશિનો લકી નંબર તેમજ લકી રંગ કયો છે.

મેષ : વેપારીઓને વેપારમાં વૃદ્ધિની પૂરતી તકો મળશે. આ સપ્તાહ દરમિયાન પરિવારના સભ્યો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. શાંત મને નિર્ણયો લેવો અને બિનજરૂરી વાદવિવાદ ટાળો. જીવનસાથી સાથે લાગણીઓ શેર કરવા માટે શ્રેષ્ઠ સમય, પૂર્વ પ્રેમીને કેટલાક લોકો મળી શકે છે. કાર્યનું સારું પરિણામ મળશે, વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. આ રાશિ માટે લકી નંબર 22 અને
શુભ રંગ જાંબલી…

વૃષભ : સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું. સ્વસ્થ જીવનશૈલી જાળવો. જીવનસાથી સાથે રોમેન્ટિક ડેટનું આયોજન થઇ શકે છે, ભાઈ-બહેનોના સહયોગથી પ્રગતિની નવી તકો મળશે. સમજી વિચારીને નિર્ણય લેવા. રોકાણ સંબંધિત નિર્ણયોમાં ઉતાવળ ન કરો. પરિવાર અને મિત્રો સાથે વેકેશનની યોજના બની શકે છે. જીવનસાથી સાથે ભાવનાત્મક બંધન મજબૂત રહેશે. આ રાશિ માટે લકી નંબર 3 અને
લકી કલર મજેન્ટા..

મિથુન : મિથુન રાશિના લોકો માટે ઉર્જા અને ઉત્સાહથી ભરેલું રહેશે આ સપ્તાહ. વ્યાવસાયિક જીવનમાં પ્રગતિ થશે. ઓફિસમાં સહકર્મીઓનો સહયોગ મળશે. પારિવારિક જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે. મહેનતની સફળતા મળશે. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી. કામનો વધારે તણાવ ન લેવો. આ રાશિ માટે લકી નંબર 8 અને શુભ રંગ લીલો…

કર્ક : પ્રોફેશનલ લાઈફમાં સારા પરિણામ મળશે, રોકાણ સંબંધિત નિર્ણયો સમજી વિચારીને લેવા. કેટલાકના લગ્ન નક્કી થઈ શકે છે. સંબંધોમાં ગેરસમજણો વાતચીત દ્વારા દૂર કરવાનો પ્રયાસ કરો. જીવનસાથી તરફથી સરપ્રાઈઝ મળી શકે છે. પરિવારના સહયોગથી કામમાં અવરોધો દૂર થશે. આ રાશિ માટે લકી નંબર 2 અને લકી કલર પીચ…

સિંહ : આર્થિક લાભ થશે. વ્યવસાયિક જીવનમાં સારા પરિણામ મળશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. કરિયરમાં ઉન્નતિની નવી તક મળશે. નવા પ્રોજેક્ટની જવાબદારી મળી શકે છે જે લેતા અચકાવું નહીં. આ રાશિ માટે લકી નંબર 3 અને લકી રંગ કેસરી…

કન્યા : કારકિર્દીમાં ઘણા મોટા ફેરફારો થઇ શકે છે, નોકરી અને ધંધા માટે વાતાવરણ અનુકૂળ. નાણાકીય બાબતોમાં થોડી સાવચેતી રાખવી. મન પરેશાન રહી શકે છે વધુ ખર્ચના કારણે, કાર્યમાં આવતા અવરોધો દૂર થશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ અનુભવી શકે છે. આ રાશિ માટે લકી નંબર 17 અને શુભ રંગ લાલ…

તુલા : કામ પ્રત્યે જવાબદારી વધશે. વેપારમાં આર્થિક લાભ થવાની સંભાવના. ઓફિસમાં પ્રમોશન મળી શકે છે. પરિવાર સાથે સમય વિતાવો. સંબંધોમાં નવા ફેરફાર થઇ શકે છે, ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય ન લો. જીવનસાથી સાથે સમય વિતાવો. આ સપ્તાહ વિદ્યાર્થીઓ માટે સારુ રહેશે. મહેનતનું ફળ મળશે અને સપના સાકાર થશે. આ રાશિ માટે લકી નંબર 6 અને લકી કલર સિલ્વર…

વૃશ્ચિક : પારિવારિક જીવનમાં ચાલી રહેલ સમસ્યાઓને વાતચીત દ્વારા હલ કરવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો. જીવનસાથી સાથે ભાવનાત્મક બંધન મજબૂત રહેશે. વિદેશમાં કામ કરવાની સુવર્ણ તક મળી શકે છે. કરિયરમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. ઓફિસમાં બોસ કામના વખાણ કરશે. આ રાશિ માટે લકી નંબર 4 અને શુભ રંગ પીળો…

ધનુ : ઘણા મહત્વપૂર્ણ ફેરફારો જીવનમાં થઇ શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. પ્રોફેશનલ લાઈફમાં સારા સમાચાર મળશે. નવા પ્રોજેક્ટની જવાબદારી મળી શકે છે. આત્મવિશ્વાસ સાથે પડકારોનો સામનો કરો. ઘરમાં શુભ કાર્યોનું આ સપ્તાહે આયોજન થઈ શકે છે. પૈસાની બાબતમાં જોખમ લેવાનું ટાળો, સમજી વિચારીને બધા નિર્ણય લો. આ રાશિ માટે લકી નંબર 1 અને શુભ રંગ મરૂન…

મકર : આ સપ્તાહે શાંત મને લીધેલા નિર્ણયો ફાયદાકારક સાબિત થશે. ઉર્જા અને આત્મવિશ્વાસ રહેશે. પરિવાર અને પ્રિયજનોના સહયોગથી કાર્યમાં અવરોધો દૂર થશે. વેપારમાં નવી તકો મળશે. જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સ વધશે. જીવનસાથી સાથે દલીલ કરવાનું ટાળો. આ રાશિ માટે લકી નંબર 6 અને શુભ રંગ નારંગી…

કુંભ : લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. વ્યવસાયિક જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો થશે. કરિયરમાં ઉન્નતિ માટે પૂરતી તકો મળશે. નાણાકીય બાબતોમાં સમજદારીથી નિર્ણયો લો. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં સફળતા મળશે. આ રાશિ માટે લકી નંબર 8 અને શુભ રંગ વાદળી…

મીન : જીવનમાં સકારાત્મક ફેરફારો થશે, કારકિર્દીમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. ફિટનેસ રૂટિન પર ધ્યાન આપો. માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેશો. રોમેન્ટિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નવી યોજનાઓ બનાવો. આ રાશિ માટે લકી નંબર 17 અને લકી કલર ગુલાબી…

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina