વલસાડમાં વિદ્યાના ધામમાં જ મેલી વિદ્યાના પાઠ, તાંત્રિક વિદ્યાના નામ પર 12 મરઘાં અને 1 બકરાની ચઢાવી દેવાઈ બલી એવો આક્ષેપ થયો

વલસાડનો ચોંકાવનારો કિસ્સો : રસોઈયાએ શાળામાં કરી તાંત્રિક વિધી, 12 મરઘા અને 1 બકરાની બલી પણ ચઢાવી

Tantric ritual in school Valsad : આજે જમાનો ખુબ જ  આગળ વધી ગયો છે અને દરેક ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ પણ જોવા મળી રહી છે, પરંતુ આપણા દેશમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં આજે પણ લોકો અંધશ્રદ્ધામાં ડૂબેલા જોવા મળે છે. આપણા ગુજરામાંથી આવી ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. આવી ઘણી ઘટનાઓમાં ઘણા લોકો અંધશ્રદ્ધાના ચક્કરમાં પડીને પૈસા સાથે પોતાના જીવ પણ ગુમાવ્યા હોય છે, ત્યારે હાલ એક એવી જ ઘટના વલસાડમાંથી સામે આવી છે, જેને જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા.

શાળામાં મેલી વિદ્યા :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર આરોપ છે કે વલસાડ જિલ્લામાં આવેલા ધરમપુર તાલુકાના નગડધરી ગામની અંદર અંધશ્રદ્ધાના ચક્કરમાં આવેલા રસોઇયાએ એક ભુવાને બોલાવીને સ્કૂલમાં જ 12 મરઘાં અને 1 બકરાની બળી ચઢાવી હોવાનો મામલો સામે આવ્યો છે, આ ઉપરાંત આ વિધિ શાળાને જમીન દાનમાં આપનારા પરિવાર દ્વારા કરવાનો આક્ષેપ હોવાના કારણે ચકચારી પણ મચી ગઈ છે. વિદ્યાનું ધામ ગણાતા શાળાના પરિસરમાં આવી મેલી વિદ્યા હોવાનો મામલો હાલ ચર્ચાનો વિષય બની ગયો છે.

12 મરઘાં અને 1 બકરાની બલી :

આ મામલે મળી રહેલી વધુ માહિતી પ્રમાણે ધોરણ 1થી 8ની પ્રાથમિક શાળામાં રોસોઇયા તરીકે ફરજ બજાવનાર ગંજુભાઈ ભોયાએ એક ભગત ભુવાને બોલાવીને શાળામાં જ મેળવી વિદ્યા કરાવી હતી. આ મામલે શાળાના એસ.એમ.સી કમિટીના સભ્યો દ્વારા શાળામાં જ 25 નારિયેળ, 12 મરઘાં અને એક બકારાની બલી ચઢાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના બાદ શાળા પરિસરથી થોડે દૂર શાળાથી થોડે દુરમાં નારિયેળ મરઘાં અને બકરાની બલી ચઢાવી હોવાનો આક્ષેપ ગામના લોકો દ્વારા પણ કરવામાં આવ્યો છે.

250 બાળકો કરે છે અભ્યાસ :

આ મામલે એવું પણ સામે આવ્યું છે કે ગામના લોકોએ જયારે વિધિ અટકાવવાનો પ્રયાસ કર્યો થયો રસોઈયાએ ગામના લોકોને ધમકાવ્યા પણ હતા. કારણ કે રસોઈયાના પરિવાર દ્વારા જ જમીન ગામની શાળાને આપવામાં આવી હતી. ગામ લોકોનું અને કમિટીના સભ્યોનું કહેવું છે કે રસોઈયાએ શાળાને તાળા મારી દેવાની ધમકી આપી હતી, ત્યારે હજુ સુધી આ મુદ્દે કોઈ કાર્યવાહી ના થતા જ લોકોમાં પણ નારાજગી હોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે જે આ શાળામાં 250 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ત્યાં હોસ્ટેલ હોવાથી 50 જેટલા બાળકો રહે પણ છે.

Niraj Patel