અમરિકા વાળા અફઘાનિસ્તાનમાં છોડીને ગયા તેમના ફાયટર પ્લેન, હવે તાલિબાનીઓ તેના ઉપર દોરડું બાંધીને ખાઈ રહ્યા છે હિંચકા, જુઓ વીડિયો

તાલિબાનીઓ દ્વારા અફઘાનિસ્તાન ઉપર રાજ કરી લેવામાં આવ્યું છે. તાલિબાનીઓની બર્બરતાના પણ ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આપણે જોયા છે, તો તાલિબાનીઓની ઘણી એવી હરકતોના વીડિયો પણ વાયરલ થયા છે જેના ઉપર આખી દુનિયા હસી રહી છે.

હાલ સોશિયલ મીડિયા ઉપર એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તાલિબાનીઓ પ્લેનના પાંખિયા ઉપર દોરડું બાંધી અને હિંચકા ખાતા જોવા મળી રહ્યા છે. આ પ્લેન અમેરિકી ફાયટર પ્લેન છે. જેને અમેરિકા જયારે અફઘાનિસ્તાન છોડીને ગયું ત્યારે ત્યાં રાખીને ગયું હતું, પરંતુ હવે તાલિબાનીઓ મજા માણવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે.

આ એમરિકી પ્લેન ડિસેબલ હોવાના કારણે ઉડી શકે તેવી હાલતમાં નથી જેના કારણે તાલિબાનીઓ તેનો ઉપયોગ હિંચકા ખાઈ અને મજા માણવામાં કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક તાલિબાની હિંચકા ઉપર બેઠો છે અને તેના બે સાથીઓ તેને હિંચકે ઝુલાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


સોશિયલ મીડિયામાં આ વીડિયોખુબ જ વાયરલ થઇ થઇ રહ્યો છે, આ વીડિયોને પાકિસ્તાનના પત્રકાર જે બાધવાને શૅર કર્યો છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને તેમની આ હરકત ઉપર હાસ્યાસ્પદ કોમેન્ટ કરી રહ્યા છે તો ઘણા લોકો તાલિબાનીઓની ક્રૂરતાનો વિરોધ પણ કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel