ખબર

નર્મદા કેનાલમાં સેલ્ફી લેવી આ યુવકોને પડી ગઈ ભારે… બની ગઈ જીવનની અંતિમ સેલ્ફી, વાંચો સમગ્ર મામલો

સુરેન્દ્રનગરઃ કેનાલ પાસે બેસીને યુવાનો લઇ રહ્યા હતા સેલ્ફી, બની ગઈ જિંદગીની છેલ્લી સેલ્ફી, અંતિમ સમયનો વીડિયો થયો વાયરલ

આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોનના ચલણ સાથે લોકોમાં સેલ્ફીનો ક્રેઝ પણ ખુબ જ વધી ગયો છે. ઘણા લોકો પોતાના જીવન જોખમે પણ સેલ્ફી લેતા હોય છે, તો ઘણા લોકો સેલ્ફીના ચક્કરમાં પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. આવો જ મામલો હાલ સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગંધ્રાના નવલગઢ ખાતે આવેલી નર્મદા કેનાલમાં બે યુવાનો ડૂબી જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. મળતી વિગત પ્રમાણે ત્રણ યુવાનો માછલીઓને ખાવાનું નાખતા સમયે સેલ્ફી લઇ રહ્યા હતા.

પરંતુ આ સેલ્ફી લેવી તેમની ભારે પડી ગઈ હતી. મઝાક મઝાકમાં જ સેલ્ફી લેતા દરમિયાન જ બે યુવકોનો પગ લપસી જતા નહેરમાં પડી ગયા હતા. જેમાંથી એક યુવકની લાશ મળી આવી છે અને એક અન્ય યુવક હજુ લાપતા છે.

પોતાના બંને મિત્રોને પાણીમાં ડૂબતા જોઈને ત્રીજા યુવકે બુમાબુમ કરતા જ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો અને એક યુવક હજુ લાપત્તા હોવાનું સામે આવી રહ્યું છે.

આ ઘટના આજે શુક્રવારના રોજ વહેલી સવારે 9-10 વાગ્યાની આસપાસ જ બની હતી. જેમાં ત્રણ પર પ્રાંતીય યુવકો કેનાલના ઢાળમાં બેસીની મઝાક મસ્તી કરતા કરતા સેલ્ફી અને વિડીયો બનાવી રહ્યા હતા. પરંતુ મસ્તી મસ્તીમાં જ બે યુવકો નહેરમાં પડી ગયા હતા.

આ દુર્ઘટનામાં ડૂબી જનાર બંને યુવકો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હતા. જેમાં એકનું નામ વિક્રમ સજ્જનરામ મેગવાન. ઉ.વ.23 અને બીજા યુવકનું નામ જ્યોતીભાઈ સજ્જનરામ મેગવાન ઉ.વ.22 છે. આ બંને યુવકો બે દિવસ પહેઅલ જ અક્ષર એગ્રો નવલગઢ ખાતે નોકરીએ લાગ્યા હતા.